________________
ભાવના કલ્પલતા
જિમ ક્ષણિક આ દેહ તેમઅનિધન અવધારીએ, લક્ષ્મી અને નારી કદાપિ કોઈની ના જાણીએ. ૬૧
અર્થ:પૂજ્ય એવા દેવ તથા ગુરૂના ગુણ ગાઈને તું તારી જીભને પવિત્ર બનાવજે, તથા ઘણા પ્રકારના તીર્થની યાત્રા કરીને તારા પગને પ્રશસ્ય એટલે વખાણવા લાયક પવિત્ર બનાવજે. એ પ્રમાણે શરીરની ક્ષણભંગુરતાને વિસ્તારથી સમજાવીને તે બાબતમાં અવસરોચિત હિત શિક્ષા પણ આપી. હવે આજ પદ્ધતિએ ધનની અનિત્યતાને સમજાવીએ છીએ. તે આ પ્રમાણે-હે જીવ ! જેવી રીતે આ શરીર ક્ષણિક એટલે ક્ષણમાં નાશ પામનારૂં છે, તેવી રીતે ધન પણ અનિત્ય એટલે એક ઠેકાણે સ્થિર રહેનાર નથી એમ અવધારીએ એટલે નકકી જાણજે. કારણ કે કહેવત છે કે લક્ષ્મી એટલે પિસે અને નારી એટલે સ્ત્રી કદાપિ કેદની થઈ નથી અને થવાની નથી એ અવશ્ય જાણીએ એટલે ખ્યાલમાં રાખજે. આ બાબતમાં એક કવિએ પણ કહ્યું છે કે (હરિગીત) જે અંધ માયામાં બન્યા, તે સત્ય સમજાશે નહિ; નારી અને લક્ષમી કદાપિ, કેદની થાશે નડિ. ૬૧ જેમ પરપોટા વિનશ્વર પાણીના દેખાય છે, કે જોત જોતાં સ્વરૂપ પલટે તેહવું ધન હોય છે; ઇંદ્રજાલ તણી પરે વિભ્રમ પમાડે જીવને, ક્ષણમાં અહીં ક્ષણમાંહિ બીજે જાણ અસ્થિર દ્રવ્યને. દર
અર્થ –જેવી રીતે પાણીમાં થતા પરપોટા વિનશ્વર