________________
ભાવના કશેલતા
કરવા માંડયું. સુકેશલ મુનિ તે શરીરની અનિત્યતા ભાવતા એકાગ્ર ધ્યાનથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ત્યાર પછી કીર્તિધરનું પણ ભક્ષણ કરવા માંડયું. તે પણ શુકલ ધ્યાનારૂઢ થઈ ક્ષપકશ્રેણિ માંડી મેક્ષે ગયા. કીર્તિધરના શરીરનું ભક્ષણ કરતાં તેમના સુવર્ણથી મઢેલા દાંત જેઈ વાઘણને ઈહાપોહ કરતાં જાતિસ્મરણ ઉપન્યું. પૂર્વ ભવના પતિને ઓળખી પશ્ચાતાપ થયો. અનશન કરીને મરીને આઠમા દેવલેકમાં ઉત્પન્ન થઈ. ૫૮
દેડની મમતા દૂર કરવાને ઉપાય તથા મેહને વધારનારા કારણોથી અલગ રહેવું, એમ જણાવે છે – સત્સમાગમ જિન વચન શ્રવણાદિ શ્રેષ્ઠ નિમિત્તથી, દેહથી મમતા ટળે નિર્ણય થયે ઈમ શાસ્ત્રથી; શિંગાર રસને પોષનાર પુસ્તકાદિક હેતુથી, દેહની મમતા વધે અલગ રહે જે એહથી. પ૯
અર્થ-સત્સમાગમ એટલે સજ્જન પુરૂષની સબત કરવાથી, તેમજ જિનવચન શ્રવણાદિ એટલે જિનેશ્વરના વચને સાંભળવા વિગેરે કારણે સેવવાથી શરીર ઉપરને મેહ નાશ પામે છે, એમ શાસ્ત્રથી નિર્ણય કરીને કહું છું. અને જેમાં ઈન્દ્રિયેના વિષય સુખોનું વર્ણન હોય તેવા શુંગાર રસનું પોષણ કરનારા પુસ્તક વગેરે એટલે નોવેલ નાટકની બુક સીનેમા વગેરે કારણોને સેવવાથી શરીરની મમતા વધે છે. માટે એવા શરીરના મમત્વને વધારનારા સાધનોથી હે જીવ! તું અલગે રહેજે એટલે દૂર રહેજે. એ પ્રમાણે (૧) શરીર ઉપર મોહ રાખવાથી કેવી વિડંબના જોગવવી પડે છે? (૨)