________________
ભાવના ક૯પલતા
અર્થ–પિતાના પતિ ઉપર દ્વેષ કરવાથી તેમજ પિતાના પુત્રના વિરહથી એટલે વિયેગથી માતા મરીને જંગલને વિષે વાઘણ થઈ. હે જીવ! તું કર્મની વિચિત્રતાને ખરેખર વિચાર કર. સુકેશવ મુનિ તથા કીર્તિધર એ બંને અનુક્રમે પુત્ર અને પિતા હતા. બંને જણાએ દીક્ષા લીધી. તે બંને જણ જંગલની અંદર ચઉમાસી તપ કરે છે, અને ચારિત્રની સાધના કરે છે. પ૭ પારણા દિન ગોચરીએ સંચરે વાઘણ જુએ, ભય પાડી બેઉના તન ખાય અતિ નિર્દય પણે; દેહની મમતા વિનાના બેઉ મુનિ સમતા ધરે, ક્ષપકશ્રેણિમાં હણી ચઉ ઘાતિને કેવલ વરે. ૫૮
અર્થ –ઉમાસી તપ પૂર્ણ થયા બાદ બંને જણા પારણાના દિવસે ગેરી માટે જંગલમાં નીકળ્યા. તે વખતે પૂર્વ જન્મની માતા જે વાઘણ રૂપે ઉત્પન્ન થઈ છે તે બંનેને જુએ છે. જેને પૂર્વ જન્મના સંસ્કારને લીધે તે બંને ઉપર વૈરની લાગણી ઉત્પન્ન થવાથી એકદમ તે બંનેના ઉપર હુમલે કરે છે અને અત્યંત નિર્દયપણે એટલે કુરતાથી તે બંનેના શરીરનું ભક્ષણ કરવા લાગી. તે વખતે જેમને શરીર ઉપર લગાર પણ મમતા નથી એવા બંને મુનિવરો સમતા. ધરે છે એટલે વાઘણ પ્રત્યે બીલકુલ દ્વેષ કરતા નથી. પરંતુ અત્યંત ધીરતાવડે તે દુઃખને સહન કરે છે. એવી રીતે સમતા ભાવે દુઃખને સહન કરતા તે બંને જણા ક્ષેપકણિમાં ચયા; અને ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામ્યા છે.