________________
૮૧
ભાવના કલ્પલતા
મુજ બાલિકા મૂકી રખડતી જેહ સંયમ આદરે, લજ્જા વિનાના મૃત્યુને પણ ચાહતા તે આ રે; આવ જાનથી કાઇની પણ વાળવાના વેરને, લાગ મુજ ઉત્તમ મળ્યો હું શીઘ્ર સાધુ કાર્યને. પપ
અઃ—મારી પુત્રીને રખડતી મૂકીને જેણે દીક્ષા અંગીકાર કરી તે આ લજ્જા વિનાના એટલે શરમ રહિત મૃત્યુને પણ ચાહે છે. અત્યારે આ માર્ગે કોઇ આવતુ જતું નથી તથી વેર વાળવાનેા મને અત્યારે સારા લાગ મળ્યા છે. માટે આ મળેલે અવસર ચૂકયા વિના હું મારા કાર્યને ( આ મુનિને મારવારૂપ) જલ્દી સાધુ–પાર પાડું, કારણ કે આવે! લાગ વારે વારે મળતા નથી.૫૫.
તેવિત્ર માથે પાળ ખાંધી લાલ અંગારા ભરે, વર વાળી એમ નિજ રસ્તે પડે પણ બહુ રે; મુનિ આકરી એ વેદના સમતા ધરીને ભાગવે, દીક્ષા દિવસની પ્રથમ રાતે નાણુ કેવળ મેળવે. પ૬
અર્થ:—પછી તે સોમિલ બ્રાહ્મણે પોતાનું વેર વાળવા માટે કાઉસગ્ગમાં રહેલા તે મુનિના માથે માટીની પાળ બાંધી તેની અંદર લાલચેાળ અંગારા ભર્યા. આ પ્રમાણે વેર વાળીને ત્યાંથી તેણે જલ્દી પેાતાના ઘર તરફ ચાલવા માંડ્યુ. પરંતુ પોતે મહા પાપ કર્યું હાવાથી મનમાં તે ઘણા ભય પામવા લાગ્યું. આ તરફ માથા ઉપર ધગધગતા અંગાર ભરેલા હાવાથી મુનિને આકરી વેદના થવા લાગી. તે પણ તે મુનિ તે બ્રાહ્મણ પ્રત્યે ખીલકુલ રાષ કરતા નથી. પરંતુ