________________
૮૨
શ્રી વિજયપધસૂરિકૃત
તેને ઉલટા પિતાના ઉપકારી ગણે છે. કારણ કે તે વિચારવા લાગ્યા કે આ શરીર તે ગમે ત્યારે એક દિવસ નાશ પામવાનું જ છે. અહીં આ સમિલ તે નિમિત્ત માત્ર છે. ખરી રીતે તે આ મારૂં કે અશાતા વેદનીય કર્મજ ઉદયમાં આવેલું છે. અને તે ભગવ્યા વિના છૂટકે નથી જ. તો પછી તે કર્મ હાયવોય કરીને આર્ત ધ્યાનથી નહિ જોગવતાં સમતા ભાવે જ ભેગવવું લાભદાયી છે. કારણ કે આર્તધ્યાન તો બીજા નવીન કર્મબંધનું કારણ છે, જ્યારે સમતા તો સંવર એટલે કર્મોને ધીમે ધીમે પણ નાશ કરનારી છે. આવી રીતે સમતા રાખીને ધર્મ ધ્યાનમાં લીન થવાથી એટલી હદ સુધી પરિણામની વિશુદ્ધતા વધતી ગઈ કે ધર્મ ધ્યાનથી શુકલ ધ્યાનમાં આરૂઢ થઈને તે દીક્ષાના દિવસની પહેલી જ રાત્રીએ કેવળજ્ઞાન પામ્યા. અને તે વખતે આયુષ્ય પૂર્ણ થવાથી અનંત સુખના સ્થાન રૂપ મોક્ષને મેળવ્યું. આ પ્રમાણે દેહની મમતા તજીને થોડા સમયના દુ:ખને સમભાવે ભગવવાથી તેમને અનંત સુખની પ્રાપ્તિ થઈ. ૫૬
હવે બે કલાકમાં શ્રી સુકોશલ મુનિએ સહન કરેલા ઉપસર્ગની બીના જણાવે છે – પતિ ઉપરના દ્વેષથી તિમ પુત્રના વિરહ કરી, માતા મરી વાઘણ થઈ ગતિ કર્મની જેજે ખરી; મુનિ સુકોશલ કીર્તિધર એ સુત જનક ક્રમસરહતા, જંગલ વિષે ચઉમાસ તપ તપતા ચરણને સાધતા. ૨૭