________________
શ્રી વિજયપધસૂરિકૃત
૮૦
અનુભવ જેમને થયેલ છે એવા મુનિએ આ ઉપસર્ગ સમભાવે સહન કર્યો, અને શુકલધ્યાનાગ્નિથી ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. અંતગડ કેવલી થઈ ક્ષે ગયા. મુનિરાજે કનકવતી પ્રત્યે બીલકુલ કોલ કર્યો નહિ પરંતુ તેને પોતાના કર્મના ક્ષયમાં હેતુરૂપ માનીને પોતાના મિત્ર જેવી ગણી
હવે ગજસુકુમાલનું દષ્ટાન્ત કહે છે.—કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમાલે બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથની દેશના સાંભળી, તે સાંભળીને તેમને વૈરાગ્યથી પ્રભુની પાસે દીક્ષા લેવાની ઈચ્છા થઈ. ૫૩
ત્રણ લેકમાં પણ એજ ગજસુકુમાલની બીના જણાવે છે – પ્રભુ પાસ દીક્ષાને લહી મધ્યાહ્ન સમય નિણંદને, પૂછી રહે શમશાનમાંહી કાઉસ્સગે થીર મને, સાંજ તે રસ્તે થઈ સોમિલ સસરે નિજ ઘરે, જાતાં મુનિને દેખતાં બહુ ક્રોધથી ઈમ ઉચ્ચરે. ૫૪
અર્થ-આગલી ગાથામાં કહ્યા પ્રમાણે ગજસુકુમાલે પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી મધ્યાહ્ન સમયે એટલે બપોરે જિનેશ્વર શ્રી નેમિનાથને પૂછીને મશાનમાં જઈને એકાગ્રતાથી કાઉસ ધ્યાનમાં રહ્યા. દીક્ષા લીધા પહેલાં આ ગજસુકુમાલ કુમારના લગ્ન સમિલ નામના બ્રાહ્મણની પુત્રી સાથે થયા હતા, તે તેમને સસરે સોમિલ સાંજના વખતે
જ્યાં મુનિ કાઉસગ્ગમાં રહ્યા છે તે સ્મશાનને રસ્તે થઈને ઘેર જતો હતો તેણે કાઉસગ્નમાં રહેલા મુનિને જોયા, ત્યારે તેના મનમાં મુનિ પ્રત્યે એકદમ કોધ ચઢયે. તેથી ક્રોધાવેશથી આ પ્રમાણે બોલવા લાગ્યું. ૫૪