________________
.૭૮
શ્રી વિજય પદ્વરિત
નિર્મોહ મહાબલના ઉપસર્ગની બીના જણાવે છે – મુનિવર મહાબલ વાટિકામાં કાઉસ્સગ્ગ વિષે રહ્યા, ત્યાં કનકવતીએ બાળવાને લાકડાં બહુ ગોઠવ્યાં; ચોફેર અગ્રી સળગતાં મુનિ રોષ રજ ના રાખતા, સળગાવનારી નારીને પણ મિત્ર જેવી માનતા. પર
અર્થ:–મહાબલ નામના મુનિ બગીચામાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. તે વખતે તેમને મારવાના ઈરાદાથી બાળવા માટે કનકવતીએ લાકડાં ગોઠવ્યાં. પછી ચારે તરફથી અગ્નિ સળગાવ્ય, તે પણ મુનિએ તેના પ્રત્યે લેશ માત્ર રોષ–રીશ કરી નહિ. એટલું જ નહિ પરંતુ સળગાવનારી સ્ત્રીને પણ પિતાના મિત્ર જેવી ગણતા હતા. શરીર પ્રત્યે જેને લેશ માત્ર પરવા ન હોય તથા જેણે શરીરનું નાશવંતપણું-નિત્યપણું જાણ્યું હોય તેજ આવી પરમ શાંતિ ને સમભાવ જાળવી શકે. પર
મહાબલની બીને પૂરી કરીને ગજસુકુમાલની બીના જણાવે છે -- સકલ કર્મ ખપાવતા તે છેવટે મુક્તિ જતા, ઈમ સુણી આસન્નસિદ્ધિક મેહને ધિક્કારતા; કૃષ્ણના લઘુભાઈ ગજસુકુમાલ નેમિ જિણંદની, સુણી દેશના વૈિરાગ્યથી ઈચ્છા કરે ચારિત્રની. ૫૩
૧. મહાબલકુમાર-મલયા સુંદરીના પતિ થાય વિગેરે બીના શ્રી મલયા સુંદરી ચરિત્રમાંથી જાણી લેવી. આ ચરિત્ર મહા વૈરાગ્યમય અને બોધદાયક છે.