________________
.૭૬
શ્રી વિજયપધસૂરિકૃત
કમતનું સ્થાપન કરવા લાગ્યું. સભામાં બેઠેલા સ્કંદક કુમારે જૈન ધર્મના સચોટ સિદ્ધાન્તોને જણાવીને તેને નિરૂત્તર (મૌન) કર્યો, ત્યારે તે પાલક મનમાં સ્કંદક ઉપર કોધે ભરાણે. પણ તેનું કાંઈ ચાલે તેમ નહિ હોવાથી સ્કેદક કુમાર ઉપર મનમાં દ્વેષ રાખીને કાર્ય પૂરું કરીને પાછો સ્વસ્થાને ગયા.
મુનિસુવ્રત સ્વામીને ઉપદેશ સાંભળી સ્કંદક કુમારને વૈરાગ્ય ઉપજવાથી તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે તેમની સાથે બીજા પાંચસો રાજપુત્રોએ દીક્ષા લીધી. તેઓ તેમના શિષ્ય થયા. સ્કંદક મુનિ સંયમની આરાધના કરતા કરતા શાસ્ત્રોના પારગામી થયા ત્યારે તેમને આચાર્ય પદવી આપી. તેઓ ઉગ્રવિહારી હતા. એક વખતે પિતાની બેન અને બનેવને પ્રતિબંધ પમાડવા માટે શિષ્યો સાથે કુંભકારકટક નગરમાં જવાની પ્રભુની પાસે અનુજ્ઞા માગી. પ્રભુએ કહ્યું કે ત્યાં તમને પ્રાણાંત કષ્ટ થશે. તે સાંભળી સ્કંદકસૂરિએ પૂછયું કે હું તે વખતે આરાધક થઈશ કે વિરાધક? ત્યારે પ્રભુએ કહ્યું કે તમારા સિવાય સઘળા આરાધક થશે. ત્યારે કંદકસૂરિએ કહ્યું કે મારે લીધે બીજા આરાધક થતા હોય તે હું લાભ મને જ મળે સમજીશ, એટલે અનુજ્ઞા લઈ તે તરફ વિદાય થયા.
સ્કંદસૂરિ વિહાર કરીને પિતાની તરફ આવે છે એવું જાણું આચાર્ય ઉપર ક્રોધે ભરાએલા પાલક પુહિતે વેરનો બદલો વાળવા માટે અવસર આવ્યો છે એમ જાણું વેર લેવા માટે તૈયારી કરવા માંડી. જે ઉપવનમાં સાધુએ ઉતરતા હતા.