________________
૭૪
શ્રી વિજયપદ્મસૂરિકૃત
તપ કરવાની કાંઈ જરૂર નથી. શરીરને બહુ દુઃખ આપનાર આ તપશ્ચર્યા મૂકી દો. આ પ્રમાણે ઉપસ કર્યો તે છતાં જ્યારે પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ ત્યારે આખરે તે દૈવ થાકીને ચાલ્યા ગયા. આવા ૨૦ ઘેર ઉપસગ્ન કર્યા છતાં પણ પ્રભુ તેા તેના પ્રત્યે જરા પણ કાપ્યા નહિ. એટલું જ નહિ પણ પ્રભુજી વિચાર કરવા લાગ્યા કે આ દેવ મારી પાસે આવ્યા છતાં ઘણા કર્મો બાંધીને કાંઈ પણ પામ્યા સિવાય ગયા. એ પ્રમાણે તેના ઉપર દયા ચિંતવવા લાગ્યા. ૫૦
ગેાવાળ વિગેરેના ઉપસર્ગો જણાવે છે~~~
ગેાવાળ ખીલા કાન માંડે ઠાકતા એ વેદના, સહતા ન રાખે દેહ મમતા જલધિ સમતારસ તણા; સ્કંધક સુરિના ચારસા નવ્વાણુ શિષ્યા આકરી, ધાણી તણી પીડા સહીને પામતા કેવલલિસિર, ૫૧
અ:—વળી ગેાવાળે પ્રભુના કાનમાં ખીલા ઠોકયા. તેની વેદના સમતા રસ એટલે શાંતિ રસના જલધિ એટલે સમુદ્ર સમાન પ્રભુએ સહન કરી, પરંતુ દેહ મમતા એટલે શરીર ઉપર જરા પણ મમત્વભાવ રાખ્યા નહિ. વળી સ્ક ધક સૂરિના ચારસેા નવાણુ શિષ્યાએ ઘાણીમાં આકરી–ભયંકર વેદના સહન કરી, તેથી ઘાતી કર્મોના ક્ષય કરી કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી.
ગોવાળે પ્રભુના કાનમાં ખીલા ઠાકયા, તેનું કારણ આ પ્રમાણે:- પ્રભુએ પેાતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પોતાના