________________
ભાવના ક૫લતા
૭૫
શધ્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું હતું તેથી તીવ્ર અશાતા વેદનીય કર્મ બાંધ્યું હતું. શય્યાપાલકને જીવે પ્રભુના વખતમાં ગોવાળપણે ઉપન્યા હતા. પ્રભુ જ્યારે પણમાણિ ગામની બહાર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા ત્યારે તે (શધ્યાપાલકનો જીવ) ગોવાળ પ્રભુની આગળ બળદ મૂકી ગાયે દેહવા ગયે, બળદો તો ચરતા ચરતા ઘણે દૂર જંગલમાં ગયા. ગોવાળ પાછો આવે ત્યારે બળદ જોયા નહિ, તેથી આ બાબત પ્રભુને પૂછવા લાગ્યા. પણ પ્રભુ તે કાંઈ ઉત્તર આપતા નથી. એ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ
જ્યારે પ્રભુએ જવાબ ન આપે ત્યારે તે વાળ ઘણે ગુસ્સે થયેતેથી કાશડા નામની ઝાડની સળીઓ લાવીને પ્રભુને બંને કાનમાં નાખી. એવી રીતે ઠોકી કે જેથી તે બંને સળીઓના છેડા એકમેક સાથે મહામહે મળી ગયા, તથા બને સળીઓના બહાર દેખાતા છેડા પણ કાપી નાખ્યા જેથી કેઈને ખબર પણ પડે નહિ. પછી તે વાળ ત્યાંથી ચાલ્યા ગયે. સમતાધારી પ્રભુએ તો તેના ઉપર જરા પણ ક્રોધ કો નહિ.
કંધકસૂરિના ચારસે નવાણું શિખ્યાનું દષ્ટાન્ત ટુંકાણમાં આ પ્રમાણે
શ્રાવસ્તી નગરીના જિતશત્રુ રાજાને ધારિણી નામે રાણી હતી. તેમને સ્કંદક નામે પુત્ર અને પુરંદરયા નામે પુત્રો હતી. તે પુત્રીને કુંભકારકટક નામના નગરમાં દંડક રાજાને આપી હતી. તે (દંડક)ને પાલક નામને પુરહિત હતું. તે પુરોહિત કામ પ્રસંગે જિતશત્રુ રાજાને ત્યાં આવ્યું હતું, તે વખતે પાલક સભામાં ધાર્મિક ચર્ચા થવાના પ્રસંગે નાસ્તિ