________________
ભાવના પલતા
૭૭
આ
તે ઠેકાણે કાઇ ન જાણે તેમ રાત્રીને વિષે તેણે ત્યાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો ઘટાવ્યા. અને જમીન સરખી કરી દીધી. આચાર્ય શિષ્યા સાથે ત્યાં ઉતર્યો. રાજા મુનિને વંદન કરવાને જવા માટે તૈયાર થયા. ત્યારે પુરહિતે કહ્યું કે મુનિ મહુ! પાખંડી છે. તે તેા તમારૂ રાજ્ય લઇ લેવા ઇચ્છે છે. રાજાએ સાબિતી માગી ત્યારે પલકે કહ્યું કે તમે મુનિઆને ત્યાંથી ખસેડા. રાજાએ યુક્તિથી મુનિએને બીજે ખસેડયા. પછી પાલકે ત્યાં જઈને જમીન ખેાદાવીને દાટેલા હથિઆરી દેખાડયા. આ ઉપરથી રાજાએ પાલકને હ્યું કે સાધુએ ને તને રૂચે તેમ સજા કર. પછી તે પાપી પાલકે મનુષ્યને પીલવાની ઘાણી મંગાવી. તેમાં તે સાધુઓને પીલવા માંડયા. કદકાચાર્ય પેતાના શિષ્યને ઉપદેશ આપે છે કે
આ શરીર તાં નાશવત છે. તેના ભાડા વહેલેા નાશ તા થવાના છે. આ તા કર્મ ખપાવવાના રૂડા અવસર આવ્યે છે. માટે સમતા ભાવ રાખવા એવી રીતે પાલકે ૪૯૮ શિષ્યાને પીલ્યા. છેલ્લે એક નાના શિષ્ય રહ્યો ત્યારે આચાર્યે કહ્યું કે તું પ્રથમ મને પીલ પછી તેને પીલજે. પણ પાલકે તે તેનેજ પહેલા પીલ્યેા. એ પ્રમાણે છેલ્લી વિનતિ પણ જયારે ન માની ત્યારે ગુરૂએ નિયાણું કર્યું કે હું તને મારનારા થાઉં. પાલકે તેમને પણ ઘાણીમાં પીલ્યા. મરીને અગ્નિકુમાર દેવ થયા. અવધિજ્ઞાનથી પૂર્વનું સ્વરૂપ જાણીને, પાલક સહિત નગરને આળી નાખ્યું. તેમની એને સૂરિના લેાહીથી ખરડાયેલા આઘાને જોઇને પેાતાના ભાઇનું સ્વરૂપ જાણી વૈરાગ્યથી દીક્ષા લીધી. ૫૧