________________
ભાવના કપલતા
અર્થ –એ પ્રમાણે મહાબલ મુનિ અનિત્ય ભાવના તથા મૈત્રી ભાવના ભાવતા ક્ષેપક શ્રેણિએ ચઢીને પિતાના સઘળાં કર્મો ખપાવીને અંતે મેક્ષે ગયા. આ પ્રમાણે મહાબલ મુનિની હકીકત સાંભળીને જેઓ નજીકમાં જ મોક્ષે જવાના છે, તે આસન્ન સિદ્ધિક જી મોહને જરૂર ધિક્કારે છે. અહીં મહાબલ મુનિનું ટુંક દષ્ટાન્ત આ પ્રમાણે
મહાબલ કુમાર મલયા સુંદરીના પતિ હતા. આ મલયાસુંદરીને કનકવતી નામે ઓરમાન મા હતી. આ કનકાવતી ઘણી કપટી તથા હલકટ હતી. તેણે મલયાસુંદરીની ઉપર રાક્ષસીનો આરોપ મૂક હતો, પણ મહાબલ કુમારે તે આરોપ છે સાબીત કરી બતાવ્યો હતો. કનકવતીએ ખોટ રાક્ષસી વેષ પહેરી મહાબલ કુમારના પિતાને છેતર્યા હતા. આ ખબર પડવાથી રાજાએ કનકવતીને કાઢી મૂકી હતી. ત્યાર પછી ઘણા વર્ષે મહાબલ કુમારે દીક્ષા લીધી. ફરતા ફરતા મહાબલ કુમાર જ્યાં તેમનો પુત્ર શતબલ રાજ્ય કરતા હતો તે સાગરતિલકપુરની બહારના ઉદ્યાનમાં આવી કાઉસગ્ગ ધ્યાને રહ્યા. દૈવયોગે કુમારથી અપમાનિત થએલી કનકાવતીએ તેમને જોયા, અને તેને મુનિ ઉપર છેષભાવ આવ્યો. રાત્રે નગરની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા મુનિ પાસે જઈને ત્યાં પડેલાં લાકડાં મુનિની ફરતા ચારે તરફ મસ્તક સુધી ગઠવી તેમાં અગ્નિ સળગાવ્યું. આ વખતે મુનિએ તેને ઓળખી છે. પિતે મહા બળવાન છે અને આ ઉપસર્ગથી બચવાને સમર્થ છે તે પણ જેમને શરીર ઉપર જરા પણ મેહ નથી, તથા શરીર અને આત્મા જુદા છે એ પ્રત્યક્ષ