________________
૭૦
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ત્રણ ક્ષેાકમાં સંગમના ઉપસર્ગો જણાવે છે-
પ્રભુની પ્રશંસા ના સહી સંગમ સુરે આવી અહીં, રાતમાં ઉપસર્ગ વીસ કર્યાં અધિક ક્રોધે દહી;
(૧)
આહારને અનુચિત કરી પુષ્કલ કનડગત પણ કરે, તાએ વળે શું? તેનું પ્રભુ થીર રહે મેરૂ પરે. ૪૮
અર્થ : સૌધર્મેન્દ્રે સુધર્મા નામની પોતાની સભામાં પ્રભુ શ્રી મહાવીરદેવની આ પ્રમાણે પ્રશંસા કરી કે તેમને ચલાયમાન કરવાને કાઇ સમર્થ દેવ પણ શક્તિમાન નથી. ઈન્દ્રના આવા વચન સંગમ નામના દૈવ સહન કરી શકયે નહિ. તે કહેવા લાગ્યા કે દેવ આગળ મનુષ્યના શા ભાર છે? હમણાં જ જઇને તેમને ચલાયમાન કરૂં છું. એવું કહીને ત્યાંથી નીકળીને પ્રભુ જ્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. ત્યાં આવીને ક્રોધરૂપી અગ્નિથી ખળેલા એટલે કાપેલા એવા તે સંગમ સુરે એક રાત્રીને વિષે પ્રભુને આકરા વીસ ઉપસર્ગો કર્યો. તે આ પ્રમાણે: (૧) પ્રભુ જે જે સ્થળે જાય ત્યાં ત્યાં યાગ્ય આહારને પણ અનુચિત (એટલે સાધુને ન ખપે તેવા ) કર્યાં. એમ બીજી પણ ઘણી જાતની કનડગત એટલે હેરાનગતિ કરવા લાગ્યા. પર’તુ જેમ ગમે તેવા તાકાની પવનના ઝપાટાથી પર્વત ચલાયમાન થાય નહિ, તેમ મેરૂ પર્વત સમાન નિશ્ચલ મનવાળા પ્રભુની આગળ તેનું કાંઈ પણ ચાલ્યું નહિ. ૪૮.