________________
૬૯
નિર્જરામાં કારણ રૂપ છે એમ જાણી ) સમતા પૂર્વક એટલે ઉપસર્ગ કરનારા પ્રત્યે મનમાં લગાર પણ દ્વેષ કર્યા સિવાય તે ઉપસર્ગો સહન કર્યો. અને જરા માત્ર પણ ડર્યા નહિ. ૪૬
ભાવના કલ્પલતા
વ્યતરીના ઉપસર્ગ જણાવે છે:
અણમાનીતી રાણી મરીને વ્યંતરી રૂપે થતી, ઠંડી તણાં ઉપસર્ગ કરતી ક્રેાધથી રાતી થતી; તે મિત્ર માનીને સહી લેાકાવધિ પ્રભુ પામતા, બહુ ગાઢ ક ખપાવતા ને નજીક કેવલ લાવતા. ૪૭
અર્થ:——એક વાર મહાવીર પ્રભુ શાલિશી નામના ગામની પાસે ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. તે વખતે પહેલાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમની અણુમાનીતી જે રાણી હતી તે કેટલાક ભવ કરીને તે સ્થળે બ્ય તરદેવીપણે ઉત્પન્ન થએલી છે. પ્રભુને જોઇને પૂર્વભવનુ વેર યાદ કરીને ક્રોધથી રાતી થઇને એટલે ધમધમીને પ્રભુના ઉપર ઠંડીના ઉપસર્ગ કર્યો. બરફ જેવુ ડું પાણી કરીને પ્રભુને આખી રાત તેનાથી પલાળ્યા. આવી ઠંડીથી ખીજા કાચા પોચાનુ તા મરણુ થઈ જાય પરંતુ પ્રભુ લગાર પણ છીન્યા નહિ. પ્રભુએ તા તેના પ્રત્યે ોધ કરવાને બદલે તેને મિત્ર જેવી માની, કારણ કે ઉપસર્ગાને તે પ્રભુ કર્મની નિર્જરાના હેતુ ગણતા હતા. તેથી સમ ભાવે તે ઉપસર્ગને સહન કરીને પ્રભુ લેકાવધિ એટલે ચૌદરાજ લેાકના રૂપી દ્રવ્યને જણાવનારૂ અવિધ જ્ઞાન પામ્યા. એવી રીતે ગાઢ એટલે ચીકણાં કર્મો ખપાવીને પ્રભુ કેવલજ્ઞાનને નજીકમાં લાવ્યા. ૪૭