________________
ભાવના ક૯૫લતા
લીધે બહુ કોધી હોવાથી ચંડકૌશિક નામ પ્રસિદ્ધ થયું. ત્યાં તેના ક્રોધથી બધા તેને મૂકીને જતા રહ્યા. એક વખત તે સ્થળે રાજકુમાર કીડા કરવા આવ્યા હતા. ચીડવવાથી ક્રોધમાં આવી તે તેમને મારવા દે. પણ વચમાં આવેલા ખાડામાં પડી મરણ પામી તેજ સ્થળે મહા ભયંકર દષ્ટિવિપ સર્પ થયે. ત્યાંથી જતાં આવતાં મનુષ્ય તથા પશુ પંખી સર્વેને તે પિતાની દષ્ટિથી મારી નાખતો, તેથી તે સ્થળ તદ્દન ઉજજડ થઈ ગયું. કેઈ ત્યાંથી જતું આવતું નહિ. આ સ્થળે આવીને પ્રભુ કાઉસગ્નમાં રહ્યા. સાપે પોતાની દષ્ટિથી પ્રભુને મારવા પ્રયત્ન કર્યો. પરંતુ તેની અસર ન થઈ ત્યારે પગે ડંખ દીધે. પણ પ્રભુના શરીરમાંથી દૂધ જેવી લેહીની ધારા નીકળતી જોઈને તે વિચારમાં પડે. ત્યારે પ્રભુએ તેને ચંડકૌશિક “બુજઝ બુજઝ એ વચને વડે બંધ પમાડે. સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દેવ થયે. ૪પ
સુદંષ્ટ્રના અને લાટ દેશના ઉપસર્ગો જણાવે છે – તે સિંહ કેરો જીવ મરીને સુર સુદપણે થતા, જે નાવમાં બેઠા પ્રભુજી તેહ શીધ્ર ડૂબાવતો; વળી લાટ દેશ તણાં ઘણાં જન ઘર ઉપસર્ગો કરે, નિર્મમ પ્રભુ હશે સહે સમતા ધરી રજ ના ડરે. ૪૬
અર્થ:–શ્રી મહાવીર સ્વામી પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ હતા તે વખતે તેમણે જે સિંહને હો તે સિંહ મરીને સુદંદ્ર નામે દેવ થયા. તેણે પૂર્વ ભવના છેષના કારણે પ્રભુ જે નાવમાં બેઠા છે તે નાવને ડૂબાવવાનો પ્રયત્ન કર્યો. તે બીના આ પ્રમાણે -અલ્પગ્રીવ