________________
શ્રી વિજયપધસૂરિકૃત
અનાદર કરવાનું ફળ ચખાડું. તેણે પ્રથમ તે પ્રભુની આગળ ભયંકર અટ્ટહાસ્ય કર્યું. જેથી સામાન્ય મનુષ્ય તો તરતજ ભય પામે. પરંતુ પ્રભુ દેવ તો જરા પણ ક્ષેભ ન પામ્યા. ત્યાર પછી વિકરાળ હાથીનું પિશાચનું રૂપ કર્યું. પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે ભયંકર સર્પનું રૂપ કરીને શરીરે ઘણું ડંખ માર્યા, એ રીતે પ્રભુને ચળાવવાને ઘણા પ્રયત્ન કર્યો. પરંતુ કઈ રીતે પ્રભુ લગાર પણ ચન્યા નહિ ત્યારે આખરે થાકીને તેણે પ્રભુની આગળ પિતાના અપરાધની ક્ષમા માગીને નાચવા લાગે.
વળી પ્રભુ મહાવીરને ચંડકૌશિક સર્પો ઝેરની જવાળા વધારવાને સૂર્ય સામે જોઈ જોઈને ડંખ દીધો. તે છતાં પ્રભુએ તેના પ્રત્યે જરા પણ રેષ ન કર્યો. તે ચંડકૌશિકને ટુંક હેવાલ આ પ્રમાણે -આ સપને જીવ પૂર્વ ભવમાં તપસ્વી સાધુ હતો. ઘણા પ્રકારના તપ કરતા હતા. એક વખત શિષ્ય સાથે ગોચરી લેવા જતા તેમના પગ નીચે નાની દેડકી કચરાઈ. શિષ્ય જેવાથી તે વાત ગુરૂને કહી. પણ ગુરૂએ ધ્યાનમાં લીધું નહિ. ઉપાશ્રયે આવ્યા, ત્યારે પણ ઈરિયાવહી પડિક્કમતાં તે પાપ આલેખ્યું નહિ ત્યારે શિષ્ય પ્રતિક્રમણમાં આલેચવાનું જણાવ્યું. પ્રતિકમણમાં પણ ન આવ્યું ત્યારે શિષ્ય શુદ્ધ બુદ્ધિએ તે વાત સંભારી. એમ વારંવાર કહેવાથી ગુરૂને ક્રોધ ચડો. ક્રોધમાં ભાન ભૂલીને શિષ્યને મારવા દોડ્યા, પરંતુ વચમાં થાંભલા સાથે માથું અથડાયાથી મરણ પામ્યા. ત્યાંથી દેવ થઈને ચવીને તાપસપણે ઉપજ્યા. ત્યાં કૌશિક એવું નામ પાડયું. પણ પૂર્વના સંસ્કારને