________________
શ્રી વિજયપધસૂરિકૃત - કયા મુદ્દાથી શરીરની મમતા ટાળવી જોઈએ? તે જણાવે છે – બદ્ધ કર્મ ખપાવવાને ચિત્ત થીર બનાવવા, દેહ મમતા ટાળજે શુભ તત્ત્વષ્ટિ ટકાવવા શ્રી પાર્શ્વવર બંધક તણા શિષ્યો મહાબલ જાણિએ, દૃષ્ટાંત ગજસુકુમાલ મેતારજ તણું સંભારીએ. ૪૪
અર્થ –બદ્ધ એટલે બાંધેલા કર્મ ખપાવવા અથવા સર્વથા કર્મ અપાવવા માટે અને ચિત્તને સ્થીર બનાવવા માટે તથા સારી એવી તત્વદષ્ટિ ટકાવવા માટે હે જીવ! તું દેહની મમતા ટાળજે-દૂર કરજે. એમ કહેવા મુદ્દો એ છે કે શરીરની મમતા ટળી હોય તો ચિત્ત સ્થિર બને, અને ચિત્તની સ્થિરતા થાય ત્યારે શુભ દષ્ટિને ટકાવ થાય અને શુભ દષ્ટિને ટકાવ થવાથી ઘણું કર્મોની નિર્જરા થાય. આ દેહની મમતા ટાળવાના સંબંધમાં દષ્ટાતો આ પ્રમાણે જાણવા.1 ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, ૨ ચેવીસમા શ્રી મહાવીર સ્વામી, ૩ સ્કંધક મુનિના ૪૯ શિષ્ય, ૪ મહાબલ, ૫ ગજસુકુમાલ તથા ૬ મેતારજ મુનિ વિગેરેનાં દષ્ટાન્ત સંભારવા. આની હકીકત આગળ વિસ્તારથી જણાવીએ છીએ. ૪૪
અનુક્રમે પહેલા જણાવેલા દષ્ટાતની બીના જણાવે છે – શ્રી પાર્શ્વ પ્રભુ દેવને ઉપસર્ગ સહસ્તાક્ષાંતિથી, પ્રભુ વીરને ગેવાળ લઈને રાશ અતિશય કેધથી; તે મારવાને દોડતો શુલપાણિ ત્રાસ પમાડતે, ને ચંડકૅશિક સૂર્ય સામે નજર કરીને ડંખતે. ૪૫