________________
ભાવના કપલતા
જાહેર કરે છે એ પ્રમાણે કેટલેક વખત ગયા પછી એક વાર મરીચી માંદા પડ્યા, તે વખતે કઈ સાધુ તેમની વૈયાવચ્ચ કરતા નથી, કારણકે સંયમીધી અસંયમીની વૈયાવચ્ચ થાય નહિ. તે વખતે મરીચીના મનમાં એવા પરિણામ થયા કે આ સાધુએની આગળ હું બીજાઓને બુઝવીને દીક્ષા અપાવું છું, પણ આ સાધુએ તો મારી કોઈ પણ પ્રકારની સંભાળ લેતા નથી માટે હવે જે કઈ બુકે તો તેને માટે શિષ્ય બનાવું.
સાજા થયા પછી કપિલ નામના રાજકુંવરે તેમની દેશનાથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાનો વિચાર જણાવ્યું, ત્યારે મરિશીએ પ્રથમ તો તેને પ્રભુ પાસે દીક્ષા લેવા જવાને કહ્યું, પરંતુ તેણે જ્યારે પૂછયું કે પ્રભુના માર્ગમાં ધર્મ છે અને તમારા માર્ગમાં ધર્મ નથી? ત્યારે મરિચીએ વિચાર્યું કે આ માણસ મારો શિષ્ય થવાને લાયક છે માટે જવાબમાં કહ્યું કે
ત્યાં પણ ધર્મ છે અને અહીં પણ ધર્મ છે. ” પિતે જાણે છે કે પ્રભુને માર્ગજ સત્ય છે અને પોતાને માર્ગ તે ખોટો છે તે છતાં ઉપર પ્રમાણે જવાબ આપે. આ જવાબ અપાવનાર શરીર ઉપરની મમતાજ હતી, કારણકે પિતે કદાચ ફરીથી માંદા થાય તે પોતાના શરીરની સંભાળ લેનાર હોય તે સારૂ એવી ભાવનાએ જ તેમને ઉપર પ્રમાણે ખોટે જવાબ અપાવ્યું, અને એ પ્રમાણે ખોટે જવાબ ન આપે તે તે તેમના શિષ્ય થાય નહિ. આ પ્રમાણે ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી ઘણું ઘોર કર્મ બાંધ્યું, જેથી કરીને ઘણુ ભવ સુધી સંસારમાં રખડવું પડયું. આ મરીચિજ ભવિષ્યમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી થાય છે. ૪૩