________________
૬૫
ભાવના કલ્પલતા
અ:—૧ પૂર્વ ભવના વૈરી કમડ તાપસના જીવ જે અજ્ઞાન તપ કરી મરીને મેઘમાળી નામને દેવ થયેા હતા, તેણે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુદેવ શ્રી પાર્શ્વનાથને ઘણા પ્રકારના ઉપસી કર્યા. છેવટે અતિ ઘેર મેઘની વૃષ્ટિ કરી. તેનું પાણી પ્રભુની નાસિકા સુધી આવ્યું. તે છતાં પણ પ્રભુએ તેના પ્રત્યે લેશ માત્ર રાષ નહિ કરતાં ક્ષાંતિથી એટલે ક્ષમા રાખીને તે ઉપસર્ગો સહન કર્યાં. અહીં યાદ રાખવાનું કે દેહની મમતા તજી હેાય તેજ ઉપસ સહન કરી શકાય, અને મનેબલ મજબૂત હોય તેજ દેડની મમતા ટાળી શકાય છે. અંતે પ્રભુને અડગ જોઇને નિરાશ થઇને તેણે પ્રભુને માન્યા.
હવે મહાવીર સ્વામીએ કેવા ધાર ઉપસર્ગો સહન કર્યા તે જણાવે છે: કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુને મારવાને માટે ગોવાળ બળદની રાસ (દોરડું) લઇને દોડયે
શૂલપાણી નામના યક્ષે પ્રભુના ઉપર ઘણા ઉપસર્ગો કર્યા, ખીના ફૂંકામાં આ પ્રમાણે:-આર્થિક નામના ગામમાં શૂલપાણિ નામે યજ્ઞનું મંદિર હતું. તે યક્ષ ઘણું! નિય હતા. મંદિરમાં રાતવાસા રહેનારને તે મારી નાખતા. પ્રભુ વિહાર કરતા કરતા તે સ્થળે આવ્યા ત્યારે ગામના લે!કાએ પ્રભુને કહ્યું કે એ સ્થળ મૂકીને ખીજે ઠેકાણે રહેવું. પરંતુ પ્રભુ તે લાભ જાણીને નીડરપણે ત્યાંજ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. શૂલપાણિ યક્ષ પ્રભુને જોઇને વિચારવા લાગ્યા કે, મારા સ્થાનમાં કોઇ પણ મનુષ્ય જીવતા રહી શકતા નથી, એવુ જાણ્યા છતાં પણ આ મુનિ અહીં રહ્યા છે, માટે આને મારા
પ