________________
કર
શ્રી વિજયપદ્મસૂરિકૃત
એ ત્રણ ગુણા અક્ષણિક અવિનાશી છે એમ શ્રી યોગશાસ્ત્રાદિ ગ્રંથાથી અવધારીએ એટલે નિશ્ચય કરી શકાય છે, કારણકે આ ત્રણ પરભવમાં પણ આત્માની સાથે જાય છે, અને શરીર તે અહી આંજ પડયું રહે છે. શરીર ઉપર મમતા અથવા માહ રાખીને ઘણાં જીવેા આ સંસાર રૂપી અટવીમાં રખડયા છે તે ઉપર ચઉર્જા પૂધર શ્રી ભદ્રબાહુ સ્વામી આચાર્ય વિગેરે ભગવાએ શ્રી આવશ્યકાદિમાં મરીચિ વિગેરેનાં ઘણાં દૃષ્ટાન્તા કહ્યાં છે.
મરીચિનું દૃષ્ટાન્ત ટુકમાં આ પ્રમાણે:--
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પૌત્ર અને ભરત ચક્રવીના પુત્ર મરીચિ નામે હતા. તેમણે પ્રભુશ્રી ઋષભદેવની દેશના સાંભળીને વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા લીધી, પરંતુ ચાલતા વિહાર કરવા, ટાઢુ ઉત્તુ ખાવું, ભોંય સૂઇ રહેવું વિગેરે દીક્ષાના કઠીન નિયમાનુ પાલન ન થઈ શકવાથી તેમણે દીક્ષા મૂકી દેવાના વિચાર કર્યાં. લજ્જાને લીધે ઘેર તેા જઇ શકાય નહિ, તેથી તેમણે ત્રિદંડીને નવા વેશ ધારણ કર્યો. આ પ્રમાણે શરીર ઉપર માહ રાખવાથી ચારિત્રને ત્યાગ કર્યા, એટલુંજ નહિ પરંતુ ત્યાર પછી પણ તે શરીરના માહે તેમને કેવી રીતે ફસાવ્યા ? તે સાંભળે.
તે પ્રભુની સાથે વિહાર કરે છે, બીજાઓને ધર્મોપદેશ આપી ખૂઝવે છે, અને ખુઝનાર જીવ જ્યારે ચારિત્ર માટે માગણી કરે, ત્યારે તેને પ્રભુની પાસે દીક્ષા અપાવે છે. મારાથી ચારિત્ર પાળી શકાતું નથી. એ પ્રમાણે પેાતાની ખામી ખીજાએ આગળ