________________
ભાવના કલ્પલતા
૪૩
ગૃહપતિ વગેરે ઘણાં જીવે આ ઉત્તમ ભાવનાને ભાવતાં
રાત પડી
પ્રભુને વાંદવા સમવસરણમાં ગયાં છે. ત્યાં સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુને વાંદવા આવ્યા છે. વખત થયા એટલે ચંદ નબાલા સાધ્વી પોતાના સ્થાનકે ચાલ્યા ગયા, પરંતુ રાત પડવા છતાં સૂર્ય ચંદ્ર ત્યાં હોવાને લીધે મૃગાવતી સાધ્વી અજવાસને લઇને હજી દિવસ છે એમ જાણીને ત્યાંજ બેસી રહ્યા. થાડી રાત ગઇ ત્યારે સૂર્ય ચંદ્ર પ્રભુને વાંદીને પેાતાના વિમાન સાથે ગયા. એટલે ગઇ છે, એવું જાણીને મૃગાવતી સાધ્વી પેાતાના સ્થાને આવ્યા. તે વખતે ચંદનબાલા પણ પ્રતિક્રમણ કરીને સંથારા પેરિસી ભણાવીને મૃગાવતીની ચિંતા કરી રહ્યા છે એટલામાં મૃગાવતી આવ્યા, તેમને ચંદનબાલા ઠપકા આપે છે કે અત્યાર સુધી તમે ત્યાં કેમ બેસી રહ્યા ? મોડી રાત સુધી બેસી રહેવાના આપણા આચાર નથી. એ પ્રમાણે ઠપકા આપ્યા ત્યારે મૃગાવતી કહે છે કે મારી ભૂલ થઈ છે. હવેથી આ પ્રમાણે ફરીથી ભૂલ કરીશ નહિ. સૂર્ય ચંદ્રના વિમાનને લીધે મને રાતની ખબર પડી નહિ, માટે મારા અપરાધની ક્ષમા આપે. ચંદનબાલા તે સૂઇ ગયાં, પણ મૃગાવતી તે પોતાની ભૂલનેા વારવાર પશ્ચાતાપ કરે છે, અને તે પશ્ચાતાપ કરતાં કરતાં ક્ષષકશ્રેણિએ ચઢી ઘાતી ક ખપાવીને રાત્રીમાંજ કેવલજ્ઞાન પામ્યા.
૪ મરૂદેવી માતા-—તે પ્રથમ તી કર શ્રી ઋષભદેવ પ્રભુની માતા થાય. પુત્રે દીક્ષા લીધી હાવાથી તેના મેાહને લીધે વારંવાર રૂદન કરવાથી આંખે પડળ ચઢી ગયા છે. એક વખતે ભરત ચક્રવર્તીને કહે છે કે તું આવી સાહિખી ભાગવે છે અને મારા પુત્રની તા લગાર પણ ખબર રાખતા નથી. એ પ્રમાણે વારંવાર ઠપકા આપે છે. કેવલજ્ઞાન થયા પછી ઋષભદેવ ભગવાન વિનીતા નગરીની બહાર સમેાસર્યાં છે. અહીં દેવાએ સમવસરણની રચના કરી, તે વખતે ભરત ચક્રવર્તીએ મરૂદેવા પાસે આવીને કહ્યું કે હે માતાજી ! તમે મારા ઋષભ