________________
ભાવના ક૯૫લતા
ઉંમરે તે આદર્શ જીવન , તેથી મરણ વખતે પિતે આનંદ પૂર્વક મરણ પામે છે. અને બાળકના જન્મ વખતે જેઓ હસતા હસતા હતા તેઓ તે આદર્શ જીવનવાળા (જે પહેલાં બાળક હતું. તે) પુરૂષના મરણથી વિલાપ કરે છે, એ રીતે જેઓ શરૂઆતમાં રેતા હતા, તેઓ અને હર્ષ પામે છે અને જેઓ શરૂઆતમાં હસતા હતા, તેઓ અને રૂદન કરે છે. એમ આ લેકમાં બીજી હકીકત કહી, તે ઉપરાંત સંસારની વિલક્ષણતા પણ જણાવી. ૨૮
હવે બે ગાથા વડે પૂર્વોક્ત ૧૧કાર્યોનાં નામ ગણાવે છે – અહિં ચરણ સાધક શ્રુતવચન ભણનાર સુકૃત સદા કરે, ને અણુવ્રતાદિક સાધકે સાહસ્મિ વચ્છ આદરે; દાનાદિના દેનાર કરતા મદદ શ્રુત ભણનારને, મનના ઉમંગે ભાવનારી ભાવનાને પ્રતિદિને. ર૯
અર્થ:–૨૬ મા લેકમાં કહેલ અગિયાર કાર્યોના નામ જણાવે છે -૧ ચરણ સાધક એટલે ચારિત્રનું આરાધન કરનાર. ૨ મૃત વચન ભણનાર એટલે સિદ્ધાન્ત અથવા શાસ્ત્રને અભ્યાસ કરનાર અને સાંભળનાર ૩ સુકૃત એટલે સત્કાર્યોને હંમેશાં કરનાર. ૪ તથા અણુવ્રતાદિક એટલે શ્રાવકના સ્થૂલ વ્રતો તથા બીજા પણ વ્રતને સાધનાર. પ સાહેશ્મી વચ્છલ એટલે સાધર્મિક ભાઈઓનું વાત્સલ્ય કરનાર. ૬ દાન ધર્મ વગેરેની સાધના કરનાર. ૭