________________
શ્રી વિજયપદ્રસૂરિકૃત
તે બીજી અશરણુ ભાવના કહેવાય (૩) મશાનના લાડુના જેવા ચાર ગતિ રૂપ ભવ એટલે સંસારનું સ્વરૂપ વિચારવું તે ત્રીજી ભવની-સંસારની ભાવના જણવી. (૪) હું એકલો આવ્યો છું અને એક જવાન છું. આ સંસારમાં કઈ કેઈનું નથી એવું જે ભાવવું તે ચેથી એકત્વ ભાવના કહેવાય. ૩૨
આ શરીર આદિક અન્ય એઅન્યત્વ કેરી ભાવના, છે ગદકીની ગટર કાયા એહ અશુચિ ભાવના જે કમહેતુ વિચારણે તે આશ્રાની ભાવના, તે કર્મ કારણ રોકવા એ શ્રેષ્ઠ સંવર ભાવના. ૩૩
અર્થ –(૫) હે જીવ! આ શરીર, ધન, દેલત જેને તું તારાં માને છે તે તારાં નથી. જ્ઞાન દર્શનાદિ ગુણ તારા છે અને તે સિવાયની તમામ પૌગલિક વસ્તુઓ આત્માથી જુદી છે એવું જે ભાવવું તે પાંચમી અન્યત્વ ભાવના કહેવાય. (૬) દુધમય પદાર્થોની ગટર જેવું એટલે અશુચિથી ભરેલું આ શરીર છે. તે ગમે તેટલી વખત સાબુ વગેરેથી છેવાય, તે પણ પવિત્ર થતું નથી એવું ભાવવું તે છઠ્ઠી અશુચિત્ર ભાવના કહેવાય. (૭) જે કમહેતુ એટલે કર્મબંધ થવાના કારણો તે સંબંધી વિચાર કરે. કયા કયા મિથ્યાત્વ અવિરતિ કષાયાદિક કારણોથી કયા ક્યા કર્મનો બંધ થાય છે વગેરેની વિચારણા કરવી તે સાતમી આશ્રવ ભાવના જાણવી. (૮) આ સાતમી ભાવનાથી ઉલટી ભાવના એટલે કર્મ બંધ થવાના કારણોને કેવી રીતે રોકવા. જેમકે ક્ષમા વડે ક્રોધ