________________
ભાવના ક૯૫લતા
૫૭
ભાવીને પોતાની ભૂલને હરી એટલે દૂર કરીને શાંત ચિત્તથી, તત્ત્વ ઠાવી એટલે જીવ અજીવ વગેરે અને હેયાદિ તત્ત્વનું સ્વરૂપ જાણીને પોતાની જીંદગી નિર્મલ કરજે એટલે પવિત્ર બનાવજે. ૩૬ દુઃખના સમયમાં જેન હોખિન્ન સુખના સમયમાં, નિરભિલાષ બને હરભય ક્રોધ રતિ રહી શાતિમાં તેહ સ્થિતબુદ્ધિ જન નિજ જીવન શુદ્ધ ગુજારતા, સાબુ તણી જેવા બની શ્રદ્ધાલુના મલ ટાલતા. ૩૭ ' અર્થઃ—જેઓ દુ:ખના સમયમાં એટલે સંકટ આવે ત્યારે ખિન્ન ન હોવે એટલે દીલગીર થતા નથી, તથા સુખને સમય આવે ત્યારે નિરભિલાષ બને એટલે નવી નવી પાર્ગોલિક સુખની ઇચ્છા ન કરે. અને શાંતિ રાખીને ભય, ક્રોધ તથા રતિ એટલે પ્રીતિને દૂર કરે તેઓ સ્થિતબુદ્ધ કહેવાય છે. તેઓ પોતાનું જીવન પવિત્ર રીતે ગાળે છે. તેમજ તેમને સ્વભાવ સાબુ જેવો હોય છે, કારણ કે જેમ સાબુ વસ્ત્રને લાગેલ મેલ દૂર કરીને તેને સ્વચ્છ બનાવે છે તેવી રીતે તે સ્થિતબુદ્ધિ મનુષ્ય પણ શ્રદ્ધાવાળા જનના સંશયાદિ રૂપ અભ્યન્તર મલ અથવા કચરાને દૂર કરી તેમને પવિત્ર બનાવે છે. ૩૭
જીવ આત્મિક શાંતિને પામે? આ પ્રશ્નનો જવાબ આપે છે – શાન્તિ પામે કોણ? ઉત્તર એમ જીવ! ઠસાવજે, કર્મબંધનને તજીને નિસ્પૃહાશય વૃત્તિ જે;