________________
ભાવના કલ્પલતા
પહે
અવસ્થા પણ બદલાય છે પહેલાં બાળ હાય છે, પછીથી જીવાન થાય છે અને અંતે વૃદ્ધ-ઘરડું થાય છે. વળી આ શરીર પરભવ જતાં સાથે આવતુ નથી, પરંતુ તેની તે અહીં ખાખ એટલે રાખ થઈ જાય છે. અથવા માટી સાથે મળી જાય છે. ૩૯
સંસારી જીવા શરીરના મે!હમાં સાઇને કેવા કેવા પાપ કરે છે, તે ટૂંકામાં જણાવે છે—
હે જીવ ! તે તે દેહ કાજે છળ પ્રપંચા બહુ કર્યાં, નિયમ લીધેલા તને ધમ સાધન દૂર કર્યાં; ખાધાં અભક્ષ્ય પદાર્થ મર્યાદા તજી કુલધર્માંની; રાચી અધર્મ વિહંસા આકરી પણ ના ગણી. ૪૦
અથ:--હે જીવ! વ્હેલાં જણાવેલા સ્વરૂપવાળા શરીરના રક્ષણને માટે તે ઘણા પ્રકારના છળ પ્રપંચે એટલે કપટા કર્યાં, અને તેને માટે લીધેલા નિયમેાના પણ ત્યાગ કર્યાં, અને ધર્મનાં સાધનાને પણ દૂર મૂકયા, તથા નાશવંત શરીર માટે અભક્ષ્ય એટલે નહિ ખાવા ચાગ્ય પદાર્થો પેાતાના કુલધર્મોની મર્યાદાના ત્યાગ કરીને ખાધા, તથા અધના કાર્યોમાં રાચી એટલે આનંદ માની નિર્દય પણે જીવહિંસા કરવામાં પણ તેં કચાશ રાખી નિહ. ૪૦
શરીરનેા માહુ શુ શુ કામ કરાવે છે ? તે જણાવે છે:— જે દિવસના એ સહસ્ર રૂપિયા ફી લિએ તે પણ દઇ, સીવીલ સરજન પાસ ઉપચારા કરાવે મન ઇ;