________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
૪ર
વિનય ગુણુ ધારક શિષ્ય. ૮ કૂર્માંપુત્ર. ૯ ભાવદેવ નામના
નગરના લેાકેા સમક્ષ એલાચી કુમાર મેાટા વાંસ ઉપર ચઢીને નાચ કરે છે અને નટડી નીચે ઢાલ વગાડે છે તે વખતે રાજાની નજર તે નટડી ઉપર પડે છે અને તે તેના ઉપર માહિત થાય છે. રાજા વિચારે છે કે જો વાંસ ઉપર નૃત્ય કરતા એલાચી કુમાર ત્યાંથી પડીને મરણ પામે તે નટડી મારા હાથમાં આવે, આવા વિચારમાં પડેલા રાજાની પાસે ઘણી વાર ઘણા ઘણા ખુખીવાળા નાચે એલાચી કુમાર કરે છે તે છતાં રીઝતા નથી. આવી રીતે એલાચીકુમાર વાંસ ઉપર ચઢીને જ્યારે નૃત્ય કરી રહ્યો છે તે વખતે એલાચી કુમારને પ્રતિખેાધ પમાડનાર બનાવ બન્યા તે આ પ્રમાણે: તે સ્થાનની સામે આવેલ એક શેડને ઘેર સાધુ મુનિરાજ ગોચરી માટે આવેલા છે, તેએ બારણામાં ઉભા છે તે વખતે રભા સમાન રૂપવાળી શેઠાણી હાથમાં માદકના થાળ લઇને મુનિરાજને વહેારાવે છે. મુનિરાજ નીચી નજર કરીને ઉભા છે અને તે સ્ત્રી પ્રત્યે નજર સરખી પણ કરતા નથી. આ પ્રસંગ જોઈને એલાચીકુમાર ભાવનારૂઢ થાય છે અને વિચારે છે કે આ સાધુ મુનિરાજને ધન્ય છે કે જેએ સામે ઉભેલી અતિ રૂપવતી સ્ત્રીની સામે નજર પણ કરતા નથી. જ્યારે હું મારા ઉત્તમ કુળની લાજ મર્યાદા મૂકીને આ હલકી જાતની નટડીની ઉપર મેાહિત થઇને ભમ્યા કરૂં છું, માટે મને ધિક્કાર છે અને આ મુનિને ધન્ય છે. એ પ્રમાણે ભાવના ભાવતા ક્ષેપક શ્રેણિએ ચઢીને ધાતીકના ક્ષય કરી તે વાંસ ઉપરજ કેવલજ્ઞાન પામ્યા. અહીં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવામાં ભાવનાની મુખ્યતા નણવી.
૩ મૃગાવતી--તે ચેડા રાજાની પુત્રી અને કૌશામ્બી નગરીના શતાનીક રાજાની રાણી થાય. તેણે વૈરાગ્ય પામી શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી, અને મહાવીર સ્વામીએ ચંદનબાલા સાધ્વીને શિષ્યા તરીકે સાંપ્યા. એક વાર ચંદનબાલા તથા મૃગાવતી અને વીર