________________
શ્રી વિજયપદ્મસૂરિકૃત
એલાચી કુમાર. ૩ મૃગાવતી સાધ્વી. ૪ મરૂદેવા માતા. પ
૪૦
પાયદલ, ૩૨ હજાર દેશ, ૭૨ હજાર મેટાં નગર, ૪૮ હજાર પત્તન, ૯૯ હજાર દ્રોણમુખ ( ચારસા ગામેામાં જે મુખ્ય ગામ હાય, તે દ્રોણમુખ કહેવાય ) ૨૪ હજાર ક°ટ, ( એટલે આઠસા ગામેામાં મુખ્ય ગામ અથવા પર્યંત વિશેષ ) ૨૪ મડબ, ( એટલે ધૂળના ગઢથી વીંટાચેલું ગામ ) ૨૦ હજાર ખાણ, ૧૬૦૩૦ ખેટ ( એટલે નાનાં ગામેા અથવા ખેડૂતના રહેવાશવાળા ગામેા ) ૧૪ હજાર સબાધ તે કુલ ક્રોડ ગ્રામના અધિપતિ હતા. ૧૮ શ્રેણિ પ્રશ્રેણિ, ૩૬૩ રસાયા, ૪૯ કુરાજ્ય, પ૬ દ્વીપ ગામે તેમને હતા. શ્રી ભરત ચક્રવર્તીએ આવી સાહિખી એક હજાર વર્ષ ન્યૂન ૬ લાખ પૂર્વ સુધી ભાગવી એક વખત તે અલંકારાદિત પ્હેરીને આરીસા ભુવનમાં બેઠા હતા, તેવામાં એક આંગળીમાંથી વીંટી નીકળી નીચે પડી ગઇ. વીંટીવિનાની આંગળી તદ્દન નિસ્તેજ જોઇને મહારાજા ભરતે એનું કારણ શોધી કાઢયું કે–વીંટી નીકળી ગઈ તેથી આંગળી નિસ્તેજ દેખાય છે. વિશેષ ખાત્રી કરવા માટે તેમણે બીજી વીંટીએ કાઢી નાંખી તે નવે આંગળીએ પણ તેવી ઝાંખી દેખવા લાગી. આ બનાવ જોતાંની સાથે તે અન્યત્વ ( અનિત્ય ) ભાવના આ પ્રમાણે ભાવવા લાગ્યા-હે જીવ! વીંટીથી આંગળી, અને આંગળીથી હાથ શાભે, હાથથી શરીર શાભે, એમ પર પુદ્ગલથી શરીર શાભે છે, પણ વાસ્તવિક રીતે શરીર સુંદર છેજ નહિ. હાલ જે કાંતિ દેખાય છે, તે ચામડીની છે, તે શરીરને ઢાંકે છે. આવી પરાધીન શેલાને ખરી શેાભા તરીકે કઇ રીતે માની શકાય. તું જે શરીર ઉપર મમતા ધારણ કરે છે, તે શરીરને ચામફીની અને તેને કાંતિની અપેક્ષા છે, અને તે પણ વસ્ત્રાલ કારની અપેક્ષા રાખે છે, આથી સાખીત થાય છે કે શરીર ખરી રીતે સુંદર છેજ નહિ, તેની ઉપર તારે શા માટે સમતા રાખવી જોઇએ ? એટલે નજ રાખવી જોઇએ, કારણકે તે કેવલ ખરાબ પદ્દાર્થાથી ભરેલા દુર્ગંધમય કાથળા