________________
૩૮
શ્રી વિજયપદ્મસૂરિકૃત
જે વિષય દાવાનલ બુઝાવે જલદ જેવી ભાવના, સિવ કરણ રૂપ હયરાખવા વશ ખલિન જેવી ભાવના.ર૪
અ:—વળી ભાવના વિનય રૂપી વનની ઉત્પત્તિ કરવાને તથા વૃદ્ધિ કરવાને પાણીની નીક સમાન છે. જેમ નીક દ્વારાએ આવતા પાણી વડે વન એટલે બાગનાં વૃક્ષેા ઉત્પન્ન થાય છે ને વૃદ્ધિ પામે છે, તેમ ભાવના રૂપી પાણીની નીક વડે વિનયની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. તથા ભાવના સંવિની ઔષધિ સમાન છે. જેમ સજીવિની ઔષધિ મૃતપ્રાય (મરવાની તૈયારીમાં આવેલા) જીવને મરતા બચાવી તેને શાંતિ આપે છે તેમ ભાવના પણ સંસારનાં દુ:ખથી કટાળેલા જીવમાં પ્રશમ સુખ એટલે શાંતિ રૂપી સુખ પ્રગટાવે છે. તથા જેમ દાવાનલ ( વનમાં લાગેલા દવ ) જલદ એટલે મેધની વૃષ્ટિથી એલવાઇ જાય છે તેમ ભાવના રૂપી મેઘથી જે વિષય રૂપી દાવાનલ તે હાલવાઇ જાય છે. એટલે ભાવનાથી વિષયે શાંત પડી જાય છે. વળી તે ભાવના ઇન્દ્રિય રૂપી ઘેાડાને વશ રાખવાને લગામ જેવી છે. જેમ હય એટલે ઘેાડા લગામ વડે વશ થાય છે. તેમ કરણ એટલે ઇન્દ્રિયા રૂપી ઘેાડાએ સાવના રૂપી
લગામ વડે વશ થાય છે. ૨૪
ઉત્તમ ભાવના ભાવનાર જીવાના દષ્ટાન્ત કહે છે:ભરતરાય ઇલાચી પુત્ર મૃગાવતી મરૂદેવતા, શ્રેયાંસ જીરણ ચડરૂદ્રાચાય શિષ્ય વિનયી હતા; તેમ કૂર્માંપુત્ર ગૃહપતિ ભાવદેવાદિક ઘણા, આ ભાવનાથી સાધતા સુખ મુક્તિના તિમ સ્વર્ગના. રપ