________________
ભાવના ક૯પલતા
૩૭
તપનું સાધવું એટલે અનેક પ્રકારના તપ કરવા અને દાન તથા અધ્યયનાદિ એટલે અભ્યાસ વગેરે ક્રિયાઓ ભાવના વિના નકામા જાણવા. તેથી હે સજજન પુરૂષ! જે જે કિયા ભાવ પૂર્વક કરવામાં આવે છે, તેજ સફલ નીવડે છે. એમ તમારે જરૂર સમજવું જોઈએ. ૨૨ કલ્યાણનેજ વધારવાને પારભવ જલનિધિ તણો, જે પામવા ચિત્તે ચહેને સંગ શિવ રમણી તણે; તે નિત્ય ભાવે ભાવના બુધ વાત માટી ના કરે, જિમવરવિનાની જાતિમવિણભાવના કિરિયા ખરે.ર૩
અર્થ –હે જીવ! જે તું તારા કલ્યાણને એટલે હિતને વધારવાને ઈચ્છતા હોય, તથા સંસાર રૂપી સમુદ્રને પાર પામવા માટે ચિત્તમાં ઈચ્છા રાખતો હોય, તેમજ શિવ રમણી એટલે મક્ષ રૂપી સ્ત્રીની સબતને ઈચ્છતો હોય એટલે જે તને આ સંસાર દુ:ખદાયી લાગતો હોય અને તેથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાથી કર્મને નાશ કરીને મોક્ષે જવાની ઈચ્છા હોય તો તારે હંમેશાં ભાવના ભાવવી. કારણકે બુધ એટલે પંડિત પુરૂષે મોટી મોટી વાતો કરવામાં વખત કાઢતા નથી પણ કાર્યની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. તથા જેમ વર વિનાની જાન શોભતી નથી તેમ ભાવના વિના કરેલી કિયા પણ ખરેખર શેભતી નથી એટલે નિસ્તેજ જણાય છે. ૨૩ વિનયવન નીપજાવવાને નીક જેવી ભાવના, વળી પ્રશમસુખ પ્રકટાવવા સંજીવિની આ ભાવના