________________
શ્રી વિજયપદ્રસૂરિત
૩૦
એટલે ભાવના સહિત કરેલી થોડી ક્રિયા પણ ઘણાં દુરિતમલ એટલે પાપરૂપી કાદવને દૂર કરે છે. અહીં દષ્ટાંત એ કે-જેમ નાને જણા એ સૂર્ય પણ તિમિર પુજેને–અંધકારના સમૂહને જલ્દી નાશ કરે છે. તેમ ઉત્તમ ભાવ (ઉલાસપૂર્વક થોડી ક્રિયા કરાય તે પણ તે ઘણાં ચકણાં કર્મોને હઠાવે છે નષ્ટ કરે છે). ૧૫
શુભ ધર્મ નૃપનાં અંગ ચારે, દાનશીલતપભાવના, દાનાદિને જીવાડનારી પ્રાણ જેવી ભાવના; કર્મ ઈધણ બાલવાને અગ્નિ જેવી ભાવના, સત્કૃત્ય ભેજનમાંહિ ઘીના જેવી આ ભાવના. ૧૬
અર્થ –ષ્ટ ધર્મરૂપી રાજાનાં દાન, શીલ, તપ અને ભાવનારૂપી મુખ્ય ચાર અંગ છે. તેમાં પ્રથમના દાન શીલ તપ આ ત્રણેને જીવાડનારી હોવાથી ભાવના એ ત્રણના પ્રાણુ સમાન કહી છે. ભાવાર્થ એ છે કે ભાવના વિના કરેલા દાન શીલ અને તપ ફળદાયી થતા નથી. વળી ભાવના દુષ્કર્મરૂપી ઇંધણ એટલે લાકડાને બાળવા માટે અગ્નિ જેવી છે. કારણ કે અગ્નિ જેમ લાકડાને બાળી નાખે છે તેમ ભાવના વડે દુષ્કર્મોને નાશ થાય છે. તથા જેમ ભેજનની અંદર ઘી વડે સ્વાદિષ્ટપણું આવે છે તેમ સત્કૃત્ય એટલે સત્કાર્યો રૂપી ભેજનની અંદર ભાવના ઘીના જેવી છે. કારણ કે ભાવનાથી દાનાદિ કરતાં આત્મ વિયોલ્લાસ જરૂર વધે છે. તેથી ઘણેજ આનંદ થાય છે. ૧૬