________________
૨૮
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ધીમે ધીમે પ્રમાદને દૂર કરીને અપ્રમત્ત બને છે. વળી જીવનતરૂ એટલે મનુષ્ય જીવનરૂપી ઝાડમાં નિવૃત્તિ રસ અથવા શાંતિરૂપી રસનુ સિંચન કરનારી ભાવના છે. એટલે ભાવના ભાવતાં ભાવતાં પેાતાનું જીવન પરમ નિવૃત્તિ (સંતેષ)મય બનાવી શકાય છે. આત્ત ધ્યાન તથા રૌદ્રધ્યાનના વિચારામાં ગુંથાઈને હાયવાય કરવી એનું નામ જીવન કહી શકાય જ નહિ. યાદ રાખવું જોઇએ કે ધર્મની નિર્મલ આરાધના કરાવનારા અનેક સાધનામાં નિવૃતિમય જીવનને મુખ્ય ગણ્યું છે. હે જીવ! જેટલા માથા એટલી વેદના એમ શેષ નાગનુ દૃષ્ટાંત શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં કહ્યું છે. તે યાદ કરીને તારે વધારે ઉપાધિમાં પડવું જ નહિ. ૧૩
જિમ ચિત્રકાર પ્રથમ બનાવે શુદ્ધ લીસી ભીંતને, ચિત્રામણા ચિતરી મનેાહર પામતા બહુ દ્રવ્યને; તિમ હૃદય રૂપી ભીંતને નિલ મનાવે ભાવના; સુગુણ ચિત્ર ચીતરીને હેાય ભાગી લાભના ૧૪
અ:—જેમ ચિત્રકાર—ચિતારા ચિત્ર ચીતરવાની શરૂઆતમાં ભીતને લીસી એટલે સુંવાળી બનાવે છે. કારણ કે ભીંતને લીસી બનાવ્યા સિવાય તેના ઉપર ચિત્રા ખરાખર ઉઠતા નથી. માટે પ્રથમ ભીંતને લીસી બનાવે છે અને ત્યાર પછી મનેહર—સુંદર ચિત્રામણા એટલે ચિત્રા આળેખીને (ચીતરીને) ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરે છે. તેમ ભાવના પણ શરૂઆતમાં જીવના હૃદયરૂપી ભીંતને નિર્મળ બનાવે છે. એટલે મનને સાંસારિક ઉપાધિઓમાંથી બહાર કાઢે છે.