________________
ભાવના કપિલતા
ભાવના જલસિંચતાં શીલ દાન તપ તરૂ ઝટ ફલે, ભાવનાથી ઉદ્દભવે સંતોષ તૃષ્ણા વિલિ ટલે, દેવાય દ્રવ્યે દાન શીલ તપ સાધના સર્વે કરી, ભાવના સ્વાધીન જે સાધ્ય પ્રભુએ ઉચ્ચારી. ૧૭
અર્થ – સદભાવના રૂપ જળ દાનાદિ વૃક્ષોમાં સિંચીએ તે એ શુભ દાનાદિરૂપ વૃક્ષ (સુપાત્રદાન વગેરે) જલદીથી ઉત્તમ ફળ આપે છે. એટલે જેમ ભાવ પૂર્વક કરેલાં દાનનું ઉત્તમ ફળ જલદી મળે છે. તેવીજ રીતે ભાવ પૂર્વક પાળેલું શીલ ( સદાચાર) તથા ભાવપૂર્વક કરેલું તપ જલદીથી ઉત્તમ ફળદાયી થાય છે. તથા દ્રવ્ય અથવા પો હોય તે દાનધર્મ બની શકે છે. પરંતુ પૈસા વિના દાન આપી શકાતું નથી. માટે દાનધર્મ પરાધીન કહ્યો છે. કારણ કે જેની પાસે પૈસો ન હોય તે દાન આપી શકતા નથી. એ પ્રમાણે બધા છે દાન ધર્મને લાભ લઈ શકતા નથી. એમ શીલ ધર્મ તથા તપ ધર્મની સાધના ઉત્તમ આત્મિક સત્ત્વગુણ (આત્માની દઢતા) વડે થઈ શકે છે અને સર્વ ગુણ પણ બધામાં નહિ હોવાથી તે પણ બધાથી બની શકે તેમ નથી માટે પરતંત્ર છે. પરંતુ ચા ભાવના ધર્મ દરેકને સ્વાધીન છે. તેથી મેજે એટલે આનંદ પૂર્વક સાધી શકાય તેવો છે
એ પ્રમાણે પ્રભુએ કહ્યું છે. ૧૭ દાનાદિથી જે લાભ હવે તેહ છે અનુમોદના, વચન આપેક્ષિક સમજ હેવાલ હરિણાદિક તણ દાનાદિ જ્યાં ન બની શકે ત્યાં જે કરે અનુમોદના, તે લાભસર જાણિઓ, અધિક ગુણો દાનાદિના. ૧૮