________________
ભાવના કપલતા
૨૯
અથવા મનને પોતાના સાધ્ય તરફ આદરવાળું કરે છે. ત્યાર પછી જીવ તેના ઉપર સુગુણ એટલે સારા ગુણોરૂપી ચિત્રો ચિત્ર છે. અને સાંસારિક ઉપાધિઓથી દૂર ખસીને જીવે પિતાના ખરા સાધ્યને સાધીને લાભના ભાગી એટલે આત્મિક સુખને મેળવનારા થાય છે. ૧૪
તર્કહીણા વૈદ્ય લક્ષણ હીણ જિમ પંડિત જના, ભાવનાહી ધર્મ હાંસી પાત્ર તિમ બેલે જિના; શુભ ભાવનામૃત અલ્પકિરિયા પણ દુરિતને સંહરે, નાનો છતાં પણ સૂર્ય જિમ ઝટ તિમિર! જેને હરે. ૧૫
અર્થ-જેમ તર્કહાણ એટલે રોગને પારખવાની બાબતમાં વિચાર કરવાની શક્તિ વિનાના વૈધ હાંસીપાત્ર– મશ્કરીનું દાન થાય છે, કારણ કે તે તર્કવડે રોગનું નિદાન નહિ કરી શકવાથી દરદીના રોગને પારખી શકતો નથી અને તેથી તેની દવા ફાયદા કરી શકતી નથી અને જેમ લક્ષણ હણ એટલે સારા આશરણ વિનાના અથવા શબ્દના લક્ષણરૂપ વ્યાકરણનાં બોધ વિનાના પંડિત પુરૂષે હાંસી પાત્ર બને છે, કારણ કે વિદ્વાન હોવા છતાં તેનાં આચરણ સારાં ન હોય તે પોતે બીજાને જે પ્રમાણે વર્તવાને કહેતો હોય તે પ્રમાણે પોતે આચરે નહિ. તેમજ પંડિત નામ ધરાવી વ્યાકરણ વિના અશુદ્ધ અર્થ વિગેરે કરવાથી હાંસી પાત્ર થાય. તેમ ભાવના વિના કરેલે ધર્મ પણ હાંસી પાત્ર બને છે એ પ્રમાણે જિનેશ્વરેએ કહ્યું છે. કારણ કે ભાવના યુત