________________
ભાવના ક૯પલતા
કર્મને લઈને નવા નવા વેષ ભજવે છે. કેઈક પુરૂષ, કઈક સ્ત્રી અને કેઇક નપુંસક થાય છે. કેઈ મોટા શરીરવાળા તો કેઈક દેખી પણ ન શકાય તેવા સૂક્રમ શરીરવાળા થાય છે. આ બધી સ્પષ્ટ બીના ભાવના વડે જાણી શકાય છે, વળી ભાવનાથી આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ એટલે મુદ્દો કર્યો છે તે જણાય છે. અથવા મનુષ્ય ભવ પામીને તેની સફળતા માટે શું શું કરવું જોઈએ તેને ભાવના સમજાવે છે. તથા ભાવના આ માટે વિકટ એટલે આકરી અથવા દુ:ખદાયી દોડાદેડ ( સંસારની ઉપાધિની ખોટી ધમાલ ) ની સંહારનારી એટલે નાશ કરનારી છે. ૧૨
પરમ લક્ષ્ય વધારનારી પાવન આ ભાવના, વળી ચાને પ્રગતિને કરાવી શૈર્ય દેતી ભાવના નિજ પ્રમાદભાવ ભગાડનારી જાણવી શુભ ભાવના, જીવનતરમાં સિંચની નિવૃત્તિરસને ભાવના. ૧૩
–આ પાવના એટલે પવિત્ર ભાવના પરમાત્મા લક્ષ્ય (આત્માનું ખરું લક્ષ્ય એટલે સાધ્ય) જે જ્ઞાન, દર્શન ચારિત્ર, તે ને વધારનારી છે. તેમજ ધ્યાન એટલે ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનમાં જીવને પ્રગતિ કરાવીને એટલે ઉંચી હદે લઈ જઈને ધૈર્ય એટલે સ્થિરતાને (ધર્મમાં દઠ આસ્થાને) આપનારી છે. ઉત્તમ ભાવના જીવને ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનની શ્રેણિમાં ટકાવે છે. વળી પોતાના નિદ્રા, વિકથા વગેરે સર્વ પ્રકારના પ્રમાદને ભગાડનારી એટલે દૂર કરનારી ભાવના છે. આને ભાવાર્થ એ કે ભાવના ભાવનાર જી.