________________
૩૪
શ્રી વિજયપધસૂરિકૃતિ ભાવના પૂર્વક તે સુપાત્ર દાનની અનમેદના કરતો હતો કે
જે હું પણ આ રથકારની પેઠે મનુષ્ય હોત તે મને પણ અહિં આ સુપાત્ર દાન આપવાને લાભ મળત માટે આ રથકારને ધન્ય છે કે જેને આવા શુભ અવસરની પ્રાપ્તિ થઈ છે. હું તેને ધન્ય માનું છું. તેને મનુષ્ય જન્મ સફળ છે.” ૧૯
એવી કરે અનમેદના ત્યાં ત્રણ ઉપર ડાલી પડે, જીવનદોરી તૂટતાં સહુ બ્રહ્મ સુરલેકે ચડે, દાનાદિ રૂપ પ્રાસાદની દઢ થંભ જેવી ભાવના, દાનાદિ આપે પૂર્ણ ફલને જે ભલે ભલી ભાવના. ૨૦
અર્થ એગણીસમા લેકમાં કહ્યા પ્રમાણે હરિણ અનુમોદના કરી રહ્યો છે તે જ વખતે પવનને ઝપાટો લાગવાથી તે કાપતાં અધુરી રહેલી ડાળી તે ત્રણેના ઉપર એકદમ પડી. તેજ વખતે તે ત્રણેની જીવન દોરી એટલે આયુષ્ય તૂટતાં અથવા પુરૂં થઈ રહેવાથી ત્રણે જણ એક સાથે કાળધર્મ પામ્યા. અને મરીને તે ત્રણે બ્રહ્મદેવ લોક નામના પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે દાન લેનાર મુનિરાજ અને દાન કરનાર રથકાર તથા અનુમોદના કરનાર હરણ એ ત્રણેને એક સરખું ફળ મળ્યું. તથા દાનાદિ રૂપ મહેલના થાંભલા જેવી ભાવના કહી છે. જેમ થાંભલા વિના મહેલ હાય નહિ, તેમ ભાવના વિના ઉત્તમ દાનાદિક પણ સંપૂર્ણ થાય નહિ. અહીં તાત્પર્ય એ છે કે દાનાદિકની સાથે