________________
ભાવના કાલતા
૧૫
બદલીને નરસા ઘરમાં જાય, તેમ જે જે પાછલા ભવની પુણ્યાઇથી ઉત્તમ મનુષ્યપણું વિગેરે સામગ્રી પામે, પરંતુ અહિં તે તરફ બેદરકારી રાખીને પાપકર્મ કરવામાં આસક્તિ ધારણ કરે છે, તેથી ચાલુ ભવ કરતા બહુ ખરાબ નરકાદિ ભવ પરંપરાને પામે છે. આ બાબતમાં પ્રથમ કહેલું સુભૂમ ચકવતીનું અને બીજા બ્રહ્મદત્તર ચકવતી વિગેરેના દાતા જરૂર યાદ રાખવા જોઈએ. એ ૨ છે
જેમ કેઈ માણસ પહેલાં ખરાબ ઘરમાં રહેતો હોય, ને પછી અમુક ટાઈમે તે ઘર બદલીને સારા ઘરમાં રહેવા
૧ શ્રી ભરત ચક્રવર્તીને ૧૪ બેલની બીને આ પ્રમાણે-૧ નામ ભરત ચક્રવર્તી. ૨-જન્મભૂમિ વિનીતા (અયોધ્યા) નગરી. ૩-પિતા શ્રી ઋષભદેવ પ્રભુ. ૪-માતા સુમંગલા. ૫–ચોર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય. શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ. ૭-કુંવરપણામાં ૭૭ લાખ પૂર્વ. ૮-મંડલિકપણુમાં ૧૦૦૦ વર્ષ.૯-છ ખંડ સાધનાને ટાઈમ ૬૦ હજાર વર્ષ. ૧૦-ચક્રવત્તિ રાજ્યકાલ એક હજાર વર્ષ જૂન ૬ લાખ પૂર્વ. ૧૧-ત્રીરત્ન સુભદ્રારાણી. ૧૨-આરીસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા. એક લાખ પૂર્વ દીક્ષા પાલી. ૧૩-મેક્ષમાં ગયા. ૧૪-પ્રભુશ્રી ઋષભદેવના વખતમાં થયા. છે
૨ બ્રહ્મદત્ત ચક્રવર્તીના ૧૪ બોલ આ પ્રમાણે–૧ નામ-બ્રહ્મદત્ત. ૨ નગરી કંપીલપુર, ૩ પિતા બ્રહ્મરાજા, ૪ માતા ચૂલાણી, ૫ આયુષ્ય સાતસો વર્ષ, ૬ કુમારપણું અઠ્ઠાવીસ વર્ષ ૭ મંડળિકપણું છપ્પન વર્ષ, ૯ દેશસાધના સોળ વર્ષ સુધી, ૧૦ રાજ્ય છ વર્ષ, ૧૧ સ્ત્રીરત્ન કુર્મતી, ૧૨ દીક્ષા નથી લીધી, ૧૩ ગતિ-સાતમી નરકે ગયા, ૧૪ તીર્થ–નેમિનિને પાશ્વજિનના આંતરામાં થયા.