________________
શ્રી વિજ્યપધસૂરિકૃત
જાય, એવી રીતે પૂર્વ ભવમાં અજ્ઞાન મેહાદિને આધીન થઈને જેઓએ પાપકર્મો સેવ્યા હતા. તેને લઈને તે જ વર્તમાન ભવમાં ખરાબ સ્થિતિ પામે, પણ અહીં ઉત્તમ પુરૂષોની સેબતમાં રહે, તેમની વાણી સાંભળીને જીવનમાં ઉતારે, વિગેરે સારા આલંબનની સાધના કરીને ઉત્તમ દેવાદિ ભવ પરંપરાને પામે, એ પુણ્યાનુબંધી પાપ કહેવાય. આ બાબતમાં ચંડકોશિક સર્પ વિગેરેનું દષ્ટાંત જાણવું, તેમાં ચંડકૌશિકની બીને ટૂંકામાં જણાવી છે. શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર તથા શ્રી ગશાસ્ત્રમાં વિસ્તારથી કહી છે. છે ૩ છે
જેમ કઈ માણસ હાલ ખરાબ ઘરમાં રહેતો હોય, ને અમુક ટાઈમે તે તેના કરતાં પણ વધારે ખરાબ ઘરમાં રહેવા જાય. એમ ચાલુ ભવની પહેલાંના ભવમાં જે પાપકર્મો કર્યા, તેથી ચાલુ ભવમાં તિર્યચપણું વિગેરે ખરાબ સ્થિતિ પામે, ને અહીં પણ મહા પ્રાણાતિપાતાદિને સેવી રહ્યો છે, તેથી મરીને પહેલાં કરતાં પણ વધારે ખરાબ સ્થિતિને પામે, એટલે નરકાદિમાં જાય. આનું નામ પાપાનુબંધી પાપ કહેવાય. મહા હિંસક વાઘ બિલાડી વિગેરેની તેવી જ સ્થિતિ થાય છે. કારણ કે તેઓ પાછલા ભવના પાપકર્મોને ઉદયે અહીં ખરાબ ભવ પામે અને નવાં પાપકર્મ કરીને ભયંકર દુર્ગતિમાં જાય છે. આ પ્રસંગે તિર્યંચપણું કોઈને પણ હાલું ન લાગે, માટે તિર્યંચગતિને પાપતત્વના ૮૦ ભેદમાં લીધી છે. તિર્થને પિતાનું આયુષ્ય પ્રિય લાગે છે. કારણ કે માંકડ વિગેરેને પકડવા જતાં તરત તે ભાગી જાય છે. આ મુદ્દાથી તિર્યગાયુને પુણ્યતત્વના કર ભેદમાં ગયું છે. કે ૪ ૪ છે