________________
ભાવના કલ્પલતા
૧૩
આતમ તણા આનંદને પ્રકટાવનારી ભાવના, વળી સત્યને ઓલખાવનારી નિર્મલી આ ભાવના, સંસારથી નિર્વેદ મતિ વિકસાવનારી ભાવના, સુખના સમયમાં સાવચેત રખાવનારી ભાવના. ૫
અર્થ: આ ભાવના આત્મસ્વરૂપ સમજવાથી ઉત્પન્ન થતા જે આનંદ તેને પ્રગટાવનારી અથવા ઉત્પન્ન કરનારી છે. વળી આ શુદ્ધ ભાવના “સત્ય શું છે ? ” તેને એલખાવનારી અથવા સમજાવનારી છે. તેમજ આ ભાવના સંસાર પ્રત્યે નિર્વેદ મતિ એટલે અરૂચિ ભાવ અથવા વેરાગ્યને વિકસાવનારી–વધારનારી છે. તથા સુખના સમયમાં એટલે અહિક સંખનાં સાધનની પ્રાપ્તિના વખતમાં આ ભાવના જીવને સાવચેત રાખનારી છે. એટલે સુખનાં સાધનો મળે છતે “હે જીવ ! આ તને પ્રાપ્ત થએ સુખ સામગ્રી નાશ વંત છે. તે વાસ્તવિક સુખ આપનારી નથી માટે એમાં તું આસક્તિ રાખીશ નહિ. એની અંદર તું ફસાઈશ નહિ. એમાં ફસાયે તો તારો ઉદ્ધાર નથી” એ પ્રમાણે જીવને સાવધાન રાખનારી આ ભાવના છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ દરરોજ આ ગ્રંથમાં જણાવેલી ભાવના ભાવવી જોઈએ, અને પિતાના જીવને નિર્મલ બનાવવા જરૂર સાવધાન રહેવું જોઈએ.
પ્રશ્ન-આત્મિક આનંદ કઈ રીતે પ્રકટ થાય ?
ઉત્તર-તે તે જ્ઞાનાદિ પર્યાયને પામે, તે આત્મા કહેવાય. આ આત્મા એમ વિચારે કે હું શુદ્ધ આત્મ દ્રવ્ય