________________
શ્રી વિજયપધસૂરિકા એ કેદખાનું છે, અને સુખના ટાઈમે લક્ષ્મી વિગેરને સદુપયોગ પણ ભાવનાજ કરાવે છે. એમ સમજીને ભાવનાને જરૂર ભાવવી જોઈએ. ૫ દુઃખના સમયમાં ઘે દીલાસો જરૂર આવી ભાવના, નિજ હદયની શુભ બાદશાહીને પમાડે ભાવના વળી ભેદ તેમ અભેદને સમજાવનારી ભાવના, આ શુદ્ધ તેમ અશુદ્ધની વહેંચણ કરાવે ભાવના. ૬
અર્થ:–વળી આ ભાવના દુઃખના સમયમાં જીવને દિલાસો-આશ્વાસન આપે છે. તે એમ જણાવે છે કે હે જીવ! આ સંસારમાં ખરું સુખ તો કેઈન છે જ નહિ. અને તું જેને દુખ માને છે તે દુઃખ પણ તારાં પૂર્વે કરેલાં કર્મોનું ફળ છે. માટે તેવા દુખે તારે હવે ન જોઈતાં હોય તે તું કર્મ બંધ કરતી વખતે સાવધાન રહે. ફળ ભોગવતાં હાય ય કરવાથી તે દૂર થતાં નથી પણ ઉલટાં તેમ કરવાથી તેવાં દુઃખદાયી નવા કર્મોને વિશેષ બંધ થાય છે. મોટા મોટા ચક્રવતી રાજાઓ અને તીર્થકરોને પણ દુ:ખો ભેગવવાં પડયા છે. તેમજ આ ભાવને પિતાના હૃદયની શુભ બાદશાહી એટલે ખરી ફકકડતાને પમાડનારી છે. વળી આ ભાવના ભેદ તથા અભેદને સમજાવનારી છે. ભેદ એટલે આત્માથી જુદાં શરીર, કુટુંબ, દ્રવ્ય, બંગલા વગેરે જેને જીવ પોતાનાં માને છે અને તેને લીધે ગર્વિષ્ટ બને છે તે તો તેનાં નથી. તેને જીવ સાથે લઈને આવ્યો નહોતો અને સાથે લઈને જવાને નથી, માટે તે આત્માથી જુદાં છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર