________________
શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત
છે એમ જણાવ્યું, તે ઉપરથી પુણ્ય અને પાપના ચાર ભાંગા પણ સમજવા જેવા છે તેની વિગત ટુંકામાં આ પ્રમાણે જાણવી –
૧. પુણ્યાનુબંધી પુણ્ય-પાછલા ભવમાં બાંધેલા પુણ્યને ભેગવવાના વખતે જે જીવો દાન શીલ તપ ભાવ પ્રભુપૂજા વિગેરે ઉત્તમ સાધનેને સેવીને નવું પુણ્ય બાંધે, તે પુણ્યાનુબન્ધી પુણ્ય કહેવાય. આ બાબતમાં દષ્ટાન્ત એ કે મહારાજા ભરત ચક્રવતી પાછલા ભવમાં બાંધેલા પુણ્યના ફળ રૂપે ચકવર્તીની ઋદ્ધિ પામ્યા અને તેમણે ચાલુ ભવમાં ચતુર્વિધ સંઘ સહિત તીર્થયાત્રા કરી અને અનેક જિન મંદીર બંધાવ્યા, અને દાનાદિ ધર્મની સાધના કરી તથા આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન પામી મુક્તિપદ પામ્યા. તેમજ શાલીભદ્ર પાછલા ભવમાં સુપાત્ર દાનથી બંધાયેલા પુણ્યના પ્રતાપે વિશિષ્ટ ઋદ્ધિ મેળવી, અને વર્તમાન ભવમાં પણ સંયમ વિગેરેની સાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દિવ્યસુખ પામ્યા. વિગેરે દષ્ટાન્ત શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં જણાવ્યાં છે.
૨. પાપાનુબંધી પુણ્ય-પાછલા ભવમાં બાંધેલા પુણ્યના પ્રતાપે વર્તમાન ભવમાં જીવે કે સુખમય સ્થિતિને પામે છે, પરંતુ અહિં પાપકર્મને આચરવાથી નવું પાપકર્મ બાંધે તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. આ બાબતમાં દષ્ટાન્ત તરીકે સુભૂમ ચક્રવતીં લઈ શકાય, તેમણે પાછલા ભવમાં પુણ્યકર્મ બાંધ્યું હતું તેના ફળ રૂપે જે કે ચક્રવતીપણું મેળવ્યું, પરંતુ આ ચાલુ ભવમાં જીવહિંસા વિગેરે કરીને નવાં પાપકર્મ બાંધ્યાં, જેના પરિણામે તે સુભૂમ ચકવતી સાતમીનરેકે ગયા.
* સુભૂમ ચક્રવર્તીની બીના જાણવાને માટે આ ચૌદ બેલ