________________
શ્રી વિજ્યપધરિત
પાછા ફર્યા ને આત્મનિંદામાં મગ્ન થઈ વિચારવા લાગ્યા કે અહો આ પ્રમાણે મેં લડાઈના વિચાર કર્યા તે તદ્દન ગેરવ્યાજબી છે. કારણકે હું તો સાધુ છું, મેં રાજ્યને ત્યાગ કર્યો છે, અને કર્મક્ષયાર્થે અહિં આતાપના લેવા ઉ છું. માટે મારે આવા ખરાબ વિચારે નજ કરવા જોઈએ. આવા શુભ ધ્યાનમાં તે મગ્ન હતા ત્યારે તેં બીજીવાર પૂછયું તે વખતે સર્વાર્થસિદ્ધ વિમાને જવાને લાયક હતા. આ રીતે વાત ચાલે છે તેટલામાં દેવ દુંદુભિને અવાજ સંભળાતાં પ્રભુને પૂછ્યું કે આ શું? ત્યારે પ્રભુએ કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેને મહિમા દેવ કરે છે, તેથી એ દેવદુંદુભિ વિગેરેને ધ્વનિ સંભળાય છે. અપૂર્વ આત્મિકબેધન દેનારું આ દષ્ટાંત છે. આમાંથી હિતધ એ મળે છે કે-જેમ સારા નિમિત્તેના આલંબનથી જીવ ઉંચ કેટીમાં દાખલ થાય છે, એમ ખરાબ નિમિત્તની અસર પણ તેવી જ થાય છે, એટલે ખરાબ નિમિત્તમાં પડેલે આત્મા પ્રમાદી બની જઈને હલકી ગતિમાં જવાની લાયકાત ધરાવે છે. દુર્મુખના વચન સાંભળ્યા, તેથી જ રાજર્ષિ ભગવંત શ્રી પ્રસન્નચંદ્રજી મહારાજ દુર્થોનમાં ચઢી ગયા. મસ્તકની લેચવાળી સ્થિતિ (દ્રવ્યચારિત્ર)ને જોઈને સાવધાન થયા, અને આત્મનિંદા કરવા લાગ્યા. શુભ ભાવનામાં આગળ વધ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જવાને યોગ્ય થયા. એથી પણ શુભ ભાવના આગળ વધી,
ઐત્તિહાસિક દષ્ટિના વિચારે આ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ઈસ્વી સનની પહેલાં ૫૫૫ મા વર્ષે એટલે વરપ્રભુના જન્મ વર્ષથી માંડીને ૪૩ મા વર્ષે દીક્ષા લીધી, એમ કહી શકાય.