________________
શ્રી વિજયપદ્મસુરિકૃત દૂર નથી, આ રીતે બોલતા સિપાઈને કર્મથી ને નામથી પણ દુષ્ટ મુખવાળા દુર્મુખ નામના સિપાઈએ કહ્યું કે–આ તે ધ્યાની કે તપસ્વી શાને? આ તે મહા અવિચારી ને અધમી છે, કારણ કે આણે પોતાના નાના દીકરાને રાજ્ય ગાદી ઉપર બેસાડી દીક્ષા લીધી છે. ન્હાના પુત્રની પણ જેને દયા નથી તે તપસ્વી કેમ કહેવાય? ન્હાના બાળકને રાજ્યગાદી સંખ્યા બાદ રાણું કોઈ સ્થાને નાસી ગઈ છે, અને મંત્રીઓ શત્રુ રાજાને મળી ગયા છે. તથા શત્રુ રાજાએ નગરને ઘેરો ઘાલ્યા છે, અને નગરની પ્રજા પણ ત્રાસ પામી રહી છે. માટે આ રાજાએ તે દીક્ષા લઈને મેટ અધર્મ કર્યો છે. અને આ રીતે પાખંડ કરે છે, આનું તે મોટું પણ ન જેવું જોઈએ.
આ રીતે દુર્મુખે કહેલી બીના સાંભળી પ્રસન્નચંદ્રરાજર્ષિ શુભ ધ્યાનથી ચલાયમાન થયા. ખરાબ વિચારશ્રેણિના ચગડેને ચઢીને પોતાની મૂલ સ્થિતિ ભૂલી ગયા અને પોતાના બાળપુત્રની ઉપરના મોહને લઈને વિચારવા લાગ્યા કે મારા બાળપુત્રનું રાજ્ય શત્રુઓ ઝુંટવી લેવા તૈયાર થયા છે? મંત્રીઓ પણ રાજ્યના લૂણહરામી બન્યા? હું એ શત્રુઓને અને મંત્રીઓને સહન નહિં કરું, વિગેરે વિકપ ઉત્પન્ન થતાં “હું સાધુ છું, ધ્યાનમાં છું, મેં મસ્તકે લેચ કર્યો છે, મારૂં સાધુલિંગ છે.” વિગેરે મુનિ અવસ્થા જાણે સર્વથા ભૂલી ગયા હોય તેમ ખરાબ વિચારમાં ને વિચારમાં શત્રુઓની સાથે મન વડેજ લડાઈ કરવા લાગ્યા. જાણે શત્રુ રાજાની સાથે અનેક શસ્ત્રાદિ સામગ્રીથી યુદ્ધ ખેલી રહ્યા છે, ભયંકર યુદ્ધ ખેલતાં