________________
ભાવના કલ્પલતા
છે. એટલે સર્વ ઋદ્ધિ સિદ્ધિઓને દેનારી આ ભાવના છે. અને તે ઉત્તમ સમાધિ એટલે ચિત્તની સ્થિરતાને પણ પ્રગટ કરે છે. વળી આ ભાવના ચિન્તામણિ રત્નના જેવી છે. કારણ કે જેમ ચિન્તામણિ રત્ન મનમાં ચિન્તયેલા પદાર્થીને આપે છે તેમ ભાવના પણ વાંછિત અથવા ઈષ્ટને આપે છે. એટલે તે બધા મનેરથ પૂરે છે. અહીં પ્રસન્નચંદ્ર રાજિષની બીના જાણવા જેવી છે, તે પ્રસન્નચંદ રાજિષની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી:--- પાતનપુર નામના નગરમાં પ્રસન્નચંદ્રે રાજા રાજય કરે છે. એક વખત શ્રી મહાવીર પ્રભુ એ જ નગરમાં મનેારમ નામના બગીચામાં સમે સયા. વનમાલીકે વધામણી આપી. ઘણા આડંબરથી ચતુર’ગી એન! સહિત પ્રસન્નચંદ્ર રાજા પ્રભુને વંદન કા આવ્યા ને પ્રભુને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા. બાળ વયના કુમારને રાજ્ય ગાદીએ બેસાડી પોતે દીક્ષા લીધી. અતિ ઉગ્ર તપશ્ચર્યા સહિત સૂત્રાર્થ ના અભ્યાસ કરીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ શાસ્ત્રોના પારગામી (ગીતા) થયા. વિહાર કરતાં કરતાં એક વખત પ્રભુની સાથે રાજગૃહ આવ્યા, તે વખતે તે રાજધી રાજગૃહ નગરની બહાર એકાન્ત સ્થળે એક પગે ઉભા રહી બે હાથ ઉંચા કરી સૂર્યની આતાપના લે છે. એ રીતે પ્રસન્નચંદ્ર રાજષિ અહિં જે વખતે નિમલ ધ્યાનદશામાં વર્તે છે, તે વખતે પરિવાર સહિત શ્રેણિક રાજા ( કે જે રાજગૃહી નગરીના રાજા છે તે) પ્રભુને વંદન કરવા માટે એ જ માર્ગથી ચતુરંગી સેના સહિત ચાલ્યા જાય છે. એ સેનામાંથી એક સુમુખ નામના સૈનિક સિપાઈ પ્રસન્નચંદ્ર રાષિને ધ્યાનદશામાં જોઇને ખેલ્યા કે અહા! આ ધ્યાની મુનિને ધન્ય છે. તેમને સ્વર્ગ મેાક્ષ કે મહાઋદ્ધિએ કઇજ