________________
ભાવના ક૯પલતા
લાભદાયી છે કે નહિ? જે લાભદાયી જણાય તો તેવી આચારની સાધના જરૂર કરવી જોઈએ.
પાંચે આચારની બીને ટુંકામાં આ પ્રમાણે જાણવી –
૧. જ્ઞાનાચાર–સમ્યજ્ઞાન પિતે ભણે અને બીજાને ભણાવે અને જે ભણતા હોય તેની અનુમોદના કરે. યથાશક્તિ જ્ઞાનના સાધને દઈને મદદ કરે. ભણવામાં અને ભણુંવવામાં સ્યાદ્વાદ શૈલી તરફ જરૂર લક્ષ્ય રાખવું જોઈએ. ભણવા ભણાવવા વિગેરેમાં ઉપયોગી કૃતજ્ઞાન છે. મુતજ્ઞાન ભણવાથી હેય ઉપાદેય અને રેયનું સ્વરૂપ જણાય. પછી હેયનો ત્યાગ કરવા પૂર્વક ઉપાદેયની સાધના કરી શકાય. એમ આત્માદિ યની પણ સમજણ પડે, એમાં અભ્યાસજ કારણ કહી શકાય. એ પ્રમાણે ભણાવવાથી ભણેલું સ્થીર થાય. પરોપકાર, કર્મ નિર્જરા શ્રીજિન શાસનને ટકાવ, અપૂર્વ દર્શનાદિ ગુણના આવિર્ભાવ (પ્રકટ થયું) તથા સ્થિરીકરણ વિગેરે ઘણાં ફાયદા થાય છે.
- ૨. દર્શનાચાર-જે સાધનની સેવન કરવાથી સમ્યગ્દશન ગુણ પ્રકટ થાય, વધે, મજબૂત થાય, તેવા સાધનની સેવન કરીને નવું દર્શન પામે. પામ્યો હોય તો તે ગુણને વધારે, મજબૂત કરે. બીજા ભવ્ય જીવોને તે ગુણ પમાડે, સમ્યગ્દર્શનના સાધનોની પ્રભાવના કરે તથા દર્શન ગુણને મેળવનાર ભવ્ય જીવોની અનુમોદના કરે.
૩. ચારિત્રાચાર-જે સુખત્યાગમાં છે તે સુખ કઈ પણ કાલે ભેગમાં હોઈ શકે જ નહિ. સંસાર અનેક ઉપાધિઓથી