________________
શ્રી વિજ્યપધસૂરિકૃત સવિ કર્મ રૂપ વાદલ હઠાવે પવન જેવી ભાવના, ને અશુભ ભાવ તિમિર ભગાડેભાન જેવી ભાવના. ૨
અર્થ –નિજ તરફ એટલે આત્મા પ્રત્યે નજર રાખીને એટલે આત્માને (આ ક્રિયા મને) હિતકારી છે કે નહિ? તેની વિચારણા કરવા પૂર્વક આચારની એટલે ક્રિયાની જે સાધના કરવી તે અધ્યાત્મ કહેવાય છે. આ ભાવના તે અધ્યાત્મને શુદ્ધ (નિર્મલ) બનાવે છે. અને જેમ પવન વાદળાંઓને વિખેરી નાખે છે તેમ ભાવના રૂપી પવન તમામ કર્મરૂપી વાદળને વિખેરી નાખે છે. એટલે ભાવના કર્મોને દૂર કરે છે માટે તેને પવનની ઉપમા આપી છે. વળી જેમ ભાનુ એટલે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ભાવના અશુભ ભાવરૂપી અંધકારનો નાશ કરે છે. એટલે શુભ ભાવના ભાવવાથી મનમાં ઉત્પન્ન થતા અશુભ પરિણામે દૂર થાય છે અને અશુભ પરિણામ અટકવાથી અશુભ કર્મ બંધ રેકાય છે માટે ભાવનાને સૂર્યની ઉપમા આપી છે.
યાદ રાખવું જોઈએ કે અજ્ઞાનાદિ અંદરના અંધકારને દૂર કરવાને સૂર્ય અસમર્થ છે, ત્યારે ભાવના અજ્ઞાનાદિ સ્વરૂપ અત્યંતર અંધકારને જરૂર દૂર કરે છે. આ અપેક્ષાએ સૂર્ય કરતાં ભાવના ચઢીયાતી ગણાય. અહીં શરૂઆતમાં જે અધ્યાત્મની વ્યાખ્યા (શબ્દાર્થ) જણાવી છે, તેમાં “માત્માનનધિત્વ, વંચાવીરમા” આ પૂરાવે છે. આનું રહસ્ય એ છે કે આચારની સાધના કરતી વખતે વિચારવું જોઈએ કે હું જે આચારની સાધના કરું છું, તે મારા આત્માને