________________
ભાવના ક૯૫લતા.
જેથી તેમને કેવલજ્ઞાન થયું. આમાં શુભ ભાવના મુખ્ય છે. માટેજ કહ્યું કે સંસાર સમુદ્રમાં બુડતા ભવ્ય જીવોને તારનારી ભાવના છે. ૩ નિજ સુગણ જલ વરસાવવાને મેઘ જેવી ભાવના, રાગાદિ વિષને ટાલવાને મંત્ર જેવી ભાવના; પુણ્યાનુબંધિ પુણ્યને બંધાવનારી ભાવના, આપત્તિ તાપ શમાવવાને ચંદ્ર જેવી ભાવના. ૪
અર્થ –જેમ મેઘ-વાદળ પાણી વરસાવે છે, તેમ ભાવના નિજ સુગુણ જલ એટલે પોતાના ઉત્તમ ગુણો રૂપી જળને વરસાવે છે. ભાવાર્થ એ કે ભાવનાથી દુર્ગણે નાશ પામે છે અને સદ્ગણોની વૃદ્ધિ થાય છે. માટે ભાવના મેઘ સમાન જાણવી. તથા આ ભાવના મંત્ર સમાન છે, કારણ કે મંત્રથી જેમ સર્પાદિકના ઝેરને નાશ થાય છે, તેમ ભાવનાથી રાગાદિ એટલે રાગ, દ્વષ મેહ વિગેરેનું ઝેર ઉતરી જાય છે. ભાવાર્થ એ કે ભાવના ભાવનારના રાગ દ્વેષાદિ અન્તરંગ શત્રુઓ. ઓછા થતા જાય છે. વળી આ ભાવના પુણ્યાનુબંધી પુણ્યને બંધાવનારી કહી છે. (જે પુણ્ય ભેગવતાં બીજું નવું પુણ્ય બંધાય તેને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે.) તથા આ ભાવના ચંદ્ર જેવી છે. જેમ ચંદ્ર સૂર્યના તાપથી તપેલાને શીતળતા આપે છે, તેમ ભાવના જીવની આપત્તિ એટલે સંસારના સંકટો રૂપી સૂર્યના તાપને દૂર કરીને શાંતિ આપે છે માટે તેને ચંદ્રની ઉપમા આપી છે.
આ લોકમાં ભાવના પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનારી