________________
શ્રી વિજ્યપદ્મસુરિકૃત
હું (વિજય પદ્મસૂરિ) રચના કરું છું. એકાગ્રપણે એટલે એક ચિત્તથી જે ભાવીએ-વિચારીએ તે ભાવના કહેવાય છે. તેવી શુભ ભાવનાઓ ૧૬ છે. આ ભાવનાએ આત્મતત્વના એટલે આત્માના સ્વરૂપના વિવેકને એટલે યથાર્થ સમજણને પ્રકટાવનારી–પ્રગટ કરાવનારી છે. પ્રાચીન મહાપુરૂષો એમ સમજતા હતા કે દરેક કાર્યની શરૂઆત કરતાં જરૂર મંગલ કરવું જેઈએ. કારણ કે એમ કરવું એ શિષ્ટ પુરૂષને આચાર છે. આને મુદ્દો એ છે કે જે ટાઈમ ગ્રંથ બનાવવાની શરૂઆત કરી, ત્યારથી માંડીને તે પૂરે થાય, ત્યાં સુધીમાં કઈ પણ જાતનું વિશ્ન આવી પડે તે ગ્રંથ અધૂરી રહી જાય. આમ ન થાય માટે જરૂર મંગલ કરવું જોઈએ. વ્યવહારિક કાર્ય પ્રસંગે પણ ચકવતી વિગેરે શલાકા પુરૂષે પણ મહાનિધિ વિદ્યા વગેરેને મેળવવા માટે જરૂર યથાયોગ્ય મંગલ કરે છે. જેમ ઉજવલ પદાર્થોને ડાઘ લાગવાને સંભવ રહે એમ સારા કાર્યોમાં પ્રાયે વિઘ સંભવે છે. આવા વિદનેને નાશ કરવામાં મંગલાચરણ સમર્થ છે. આ પ્રસંગે જરૂર યાદ રાખવું જોઈએ કે ગ્રંથમાં ઉત્તમ વિચારો (ની શ્રેણિ) ગોઠવવાના (ની) છે. મન જે ચેપ્યું હોય, તે તેમ કરી શકાય. મનને ચેખું બનાવવાનાં અનેક સાધનામાં મંગલાચરણને પણ ગયું છે. એટલે મારાથી પૂજ્ય પુરૂષ અધિક (ચઢિયાતા) છે. આ ભાવના જેમ જેમ વધતી જાય તેમ તેમ મંગલ કરવામાં વિશેષ કરીને પ્રવૃત્તિ થાય છે. પરિણામે મન ચેર્ખ બને, ગ્રંથમાં ઉત્તમ વિચારે ગોઠવી શકાય, અને ગ્રંથ પૂરો થાય ત્યાં લગી વિધ્ર પણ નડતું નથી. આ બધે મંગલને પ્રભાવ કહી શકાય. એમ મંગલનું રહસ્ય