________________
ભાવના કલ્પલતા
જણાવ્યું. પિતાની માફક શિષ્ય વિગેરે ભવ્ય જીવો પણ શરૂઆતમાં મંગલ કરીને જ પ્રવૃત્તિ કરે, આ ઇરાદાથી ગ્રંથમાં મંગલને ગોઠવવામાં આવે છે. નિવૃત્તિમય જીવન પામીને પિતાનું હિત ચાહનારા ભવ્ય છે આ ગ્રંથના. અધિકારી છે. તથા ભાવનાના સવિચારે હૃદયમાં ઉતારવાથી હેય અને ઉપાદેયની સમજણ મેળવીને ભવ્ય જીવો જે કર્મ નિર્જરા સંતેષ વિગેરે ગુણોથી ભરેલું નિવૃત્તિમય જીવન પામે એ આ ગ્રંથનું પ્રયજન કહી શકાય. અને કમસર અનિત્ય ભાવના વિગેરેની બીના અહીં કહેવાની છે. એ આ ગ્રંથનું અભિધેય (અહીં કહેવાની બીને) જાણવી. તથા આ ગ્રંથને (તેના) અર્થની સાથે વાચ્ય વાચક ભાવ સંબંધ છે. એટલે ગ્રંથ વાચક (અર્થને કહેનાર) છે, અને અર્થ વાચ છે. તેમજ ભાવનાનું યથાર્થ સ્વરૂપ એ કાર્ય, અને તેને (ભાવનાના સ્વરૂપને) જાણવાનું સાધન આ ગ્રંથ છે. માટે તે કારણ કહેવાય. એમ બંને (ગ્રંથ અને અર્થ) ને કાર્ય કારણભાવ સંબંધ પણ કહી શકાય. આ (૧) મંગલ (૨) અધિકારી (૩) પ્રયોજન (૪) અભિધેય અને (૫) સંબંધની બીના જાણીને શ્રોતા વિગેરેને ખાત્રી થાય છે કે–આ ગ્રંથ મારા ઈષ્ટનું (આત્મહિતનું) સાધન છે. ત્યાર પછી તેઓ ગ્રંથના અધ્યયન (ભણવું) શ્રવણ (સાંભળવું) વિગેરે કાર્યમાં જોડાય છે. ૧
આ ગાથાથી ભાવનાઓની ઉપમાઓ સમજાવે છે – નિજ તરફ રાખી નજર આચારની જે સાધના, તેહી કહ્યું અધ્યાત્મ તેને શુદ્ધ કરતી ભાવના,