________________
શ્રી વિજ્યપદ્વરિત
ભરેલે છે, એમ સમજીને પોતે ચારિત્ર ધર્મની સાધના કરે કરાવે અને અનુમોદે. આનું નામ ચારિત્રાચાર કહેવાય.
૪. તપાચાર-અણાહારી પદની વાનકી જેવું તપ છે. નિકાચિત કર્મોને પણ તપથી હઠાવી શકાય છે. તે મહામંગલિક અને વિશિષ્ટ લબ્ધિ સિદ્ધિ વિગેરે દેવાને સમર્થ છે. એમ સમજીને પોતે તપ કરે, કરાવે, અને અનુમોદે. આનું નામ તપાચાર કહેવાય.
૫. વીર્યાચાર-ધર્મારાધન કરવાના ટાઈમે આત્મવીર્ય ફેરવે, બીજાને તેમ કરવા પ્રેરણું કરે, તથા તેવી રીતે પ્રવૃત્તિ કરનારની અનુમોદના કરે. ૨ નિજ આત્મકંચન શુદ્ધ કરવા અજેિવી ભાવના, ભવસાગરે બૂડનારને પણ તારનારી ભાવના સવિ સિદ્ધિ સાધનશુભ સમાધિ પ્રકટ કરતી ભાવના, ચિંતામણિની જેમ વાંછિત આપનારી ભાવના, ૩
અર્થ –જેમ અગ્નિ સેનાને ચેખું બનાવે છે એટલે તેમાંના મેલને બાળીને નાશ કરે છે, તેમ આ ભાવના પિતાના આત્મ રૂપી સોનાને સ્વચ્છ કરે છે. એટલે આત્માના કર્મરૂપી મેલને બાળી નાખે છે માટે તે ભાવનાને અગ્નિના જેવો કહી છે. વળી આ ભવસાગર એટલે સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને આ ભાવના તારનારી છે. અહીં દષ્ટાંત
એ કે આર્ત રૌદ્ર ધ્યાનમાં ચઢેલા પૂજ્ય શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને નરકમાં જતા અટકાવી શુલ ધ્યાન રૂપી ભાવનાએ મેક્ષની પ્રાપ્તિ કરાવી. તથા તમામ સિદ્ધિઓનું સાધન ભાવના