________________
સવ્યય કર્યાં હતા. સ્વાધીન લક્ષ્મીને આ પ્રમાણે ધાર્મિક ક્ષેત્રામાં વાપરવી એ અખંડ ધર્મ પ્રેમ સિવાય નજ મની શકે.. જગતભરમાં દુલ ભ આવા વિરલ ધી જીવાને ધન્યવાદ ઘટે છે. શ્રાવિકા લક્ષ્મીખાઈને શેરદલાલ જેસ ગભાઇ કાલીદાસે છૂપાવેલી શ્રી શ્રાવક ધર્મ જાગરિકા વાંચીને આવા સરલ ગ્રંથ છપાવવાની તીવ્ર લાગણી પેદા થઈ, તે પ્રમાણે તેમણે શેઠ દલપતભાઇ મગનભાઇના સ્મરણાર્થે આ શ્રી ભાવના કલ્પલતા નામના અપૂર્વ ગ્રંથ છપાવવામાં આર્થિક સહાય કરી છે, તે તેમના હાથે ખપી જીવાને વિના મૂલ્યે આપવામાં આવશે. શ્રાવિકા લક્ષ્મીબાઇની માફક ખીજા પણ ભવ્ય જીવા આ પ્રમાણે લક્ષ્મીના સદુપયોગ કરે.
લિ॰ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા.